વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિની આપી શુભકામનાઓ, ગુજરાતીમાં લખી આ વાત

News18 Gujarati
Updated: January 14, 2021, 9:06 AM IST
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિની આપી શુભકામનાઓ, ગુજરાતીમાં લખી આ વાત
પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! - વડાપ્રધાન નરેન્દ્ર માદી

પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! - વડાપ્રધાન નરેન્દ્ર માદી

  • Share this:
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે મકર સંક્રાતિ (Makar Sankranti)ની સાથોસાથ પોંગલ, માઘ બિહુ સહિત અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત (Gujarat)માં મકર સંક્રાંતિનું ખૂબ જ મહત્ત્વ છે. આજે સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ (Uttarayan)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારોને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ પણ દેશવાસીઓને તહેવારોની શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાને શુભકામનાઓ આપતાં ટ્વીટ કર્યું કે, દેશવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ-ખૂબ શુભકામનાઓ. મારી કામના છે કે ઉત્તરાયણ સૂર્યદેવ તમામના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે.
આ પણ વાંચો, અમિતાભ બચ્ચને શૅર કરી ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ, શું જીવા બનશે કેપ્ટન?

પીએમ મોદીએ અન્ય એક ટ્વીટ ગુજરાતીમાં કર્યું જેમાં લખ્યું કે, પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ 2021ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનાર બની રહે-હૃદયની શુભેચ્છાઓ‌..!કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતીમાં ટ્વીટ કરીને મકર સંક્રાંતિની શુભકામનઓ પાઠવી. તેઓએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. ગૃહ મંત્રીએ આ ઉપરાંત માઘ બિહુ અને પોંગલની શુભકામનાઓ આપતા ટ્વીટ કર્યા.

આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ચાલશે મહાભિયોગ, બંને ગૃહોમાં બીજી વાર પ્રસ્તાવ પાસ

ગુજરાતમાં કડક ગાઇડલાઇન સાથે ઉત્તરાયણની ઉજવણી

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર ઉત્સાહ છે. પરંતુ બીજી બાજુ પોલીસે ધાબા પર પણ ભીડ ભેગી ના થાય અને લોકો માસ્ક પહેરીને જ પતંગ (Kite) ચગાવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં આજે મોટાભાગના લોકો ધાબા પર જ હશે, ત્યારે પોલીસ (Police) પણ પબ્લિક પર ધાબા પર ચઢીને જ નજર રાખવાની છે. તેના માટે ધાબા પર બંદોબસ્તના પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી દૂરબીન વડે પોલીસ પબ્લિક પર વોચ રાખશે.
Published by: Mrunal Bhojak
First published: January 14, 2021, 9:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading