PM મોદીએ ખોલ્યું રહસ્ય: તેમને એક વાતનું રહ્યું દુઃખ, Mann ki Baatમાં ખુદ આપી જાણકારી
News18 Gujarati Updated: February 28, 2021, 3:32 PM IST
પીએમ મોદી મન કી બાત
થોડા દિવસો પહેલા હૈદરાબાદના અપર્ણા રેડ્ડી જી દ્વારા કરવામાં આવેલા એક સવાલે તેમને હચમચાવી દીધા હતા
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી (Narendra Modi) છેલ્લા સાત વર્ષથી દેશના વડા પ્રધાન છે. આ ઉપરાંત તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. પીએમ મોદી છેલ્લા લગભગ ચાર દાયકાથી રાજકારણમાં સક્રિય છે. આટલું હોવા છતાં, તેમને એક ભાષા ન શીખવાનું દુખ છે, અને તે તમિલ (Tamil)છે. તેમણે તેનો ઉલ્લેખ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann ki Baat)માં કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ ન શીખવા બદલ તેઓ દિલગીર છે. આ ઉપરાંત તેમણે પોતાના અડધો કલાકના કાર્યક્રમમાં જળસંચયની પણ ચર્ચા કરી હતી.
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા હૈદરાબાદના અપર્ણા રેડ્ડી જી દ્વારા કરવામાં આવેલા એક સવાલે તેમને હચમચાવી દીધા હતા. રેડ્ડીએ પીએમને કહ્યું કે, તમે આટલા વર્ષોથી પીએમ છો. ઘણા વર્ષો સીએમ રહ્યા, શું તમને ક્યારેય લાગે છે કે, કંઈક ઓછુ રહી ગયું? પીએમ મોદીએ કહ્યું કે, અપર્ણા જીનો પ્રશ્ન સરળ અને મુશ્કેલ બંને હતો. તેમણે કહ્યું કે, 'કેટલીક વાર બહુ નાનો અને સાદો પ્રશ્ન પણ મનને હચમચાવી દે છે. આ પ્રશ્ન લાંબો નથી હોતો, તે ખૂબ જ સરળ છે, તેમ છતાં તે આપણને વિચારવા મજબૂર કરી દે છે.
તમિલ ન શીખ્યો તેનું દુખપીએમ મોદીએ કહ્યું કે, તેમના સવાલે તેમને થોડા સમય માટે વિચારવા મજબૂર કરી દીધા. તેમણે કહ્યું, 'મેં આ સવાલ પર વિચાર કર્યો અને મારી જાતને કહ્યું કે મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા માટે વધુ પ્રયત્નો કરી શક્યો નથી, હું તમિલ ન શીખી શક્યો. તે એક સુંદર ભાષા છે, જે વિશ્વભરમાં લોકપ્રિય છે. ઘણા લોકોએ મને તમિલ સાહિત્યની ગુણવત્તા અને તેમાં લખેલી કવિતાઓની ઊંડાઈ વિશે ઘણું કહ્યું છે.
તામિલનો ઇતિહાસ
તમને જણાવી દઈએ કે, તમિલ દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત ભાષા છે. તે ભારતમાં તામિલનાડુ અને પુડુચેરીમાં બોલાય છે. આ સિવાય આ ભાષા શ્રીલંકા અને સિંગાપોરમાં પણ લોકપ્રિય છે. એવું કહેવામાં આવે છે કે આ ભાષા ઇ.સ.પૂ.ના વર્ષ 1500 આસપાસની છે.
Published by:
kiran mehta
First published:
February 28, 2021, 3:28 PM IST