Rice Puller એટલે શું? જાદુઇ કહેવાતી આ વસ્તુને કારણે એક જ પરિવારના 9 લોકોએ કર્યો આપઘાત


Updated: June 23, 2022, 2:59 PM IST
Rice Puller એટલે શું? જાદુઇ કહેવાતી આ વસ્તુને કારણે એક જ પરિવારના 9 લોકોએ કર્યો આપઘાત
પરિવારની તસવીર

છેતરપિંડી કરનાર દાવો કરે છે કે, રાઈસ પુલર વાસણ, વાટકી, કાચ અથવા મૂર્તિના આકારમાં હોઈ શકે છે. તેના ચુંબકીય બળને કારણે ખૂબ મૂલ્યવાન છે અને નાસા જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ ઉપગ્રહો અને અવકાશમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે

  • Share this:
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લા (Sangli District)માં એક જ પરિવારના 9 લોકોના મોતથી દેશ હચમચી ગયો છે. પોલીસે કહ્યું છે કે, આ મામલો આત્મહત્યાનો હોય તેવું લાગી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરિવારના બંને વડીલોના માથે દેવું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે 25 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આખો મામલો સાંગલી જિલ્લાના મ્હૈસાલ ગામનો છે.

એક જ પરિવારના નવ સભ્યોના મૃત્યુથી આઘાત પામેલા મ્હૈસાલ ગામના રહેવાસીઓએ જણાવ્યું કે, વનમોરે ભાઈઓ કોઈ રાઈસ પુલર સોદાની વાત કરતા હતા. બંને ભાઈઓને કોઈ વિદેશી કંપની પાસેથી 3000 કરોડ રૂપિયા મળવાના હોવાનું પણ સાંભળવા મળતું હતું.

ગામમાં ચાલી રહેલા આ ખુસરપુસરને લઈને સાંગલીના એસપીએ કહ્યું કે, આ માત્ર બધા લોકોમાં ચાલી રહેલી ચર્ચા છે, હાલમાં તેમની પાસે પુષ્ટિ કરવા માટે કંઈ ખાસ પુરાવા નથી.

મ્હૈસાલ ગામમાં ચર્ચા છે કે, બંને ભાઈઓ રાઈસ પુલર એટલે કે ચોખા ખેંચતી જાદુઈ ધાતુના સોદામાં સામેલ હતા. એક ટોળકીએ વનમોરે 'રાઇસ પુલર' ધાતુથી મસમોટા નફાની લાલચ આપી હતી. ટોળકીના ચુંગાલમાં ફસાયા બાદ બંને ભાઈઓ આવા સોદા માટે ઉધાર પૈસા લેતા હોવાનો પણ આક્ષેપ થયો છે.

- 'રાઇસ પુલર' નામની છેતરપિંડી ખાસ કરીને મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં બહોળા પ્રમાણમાં થાય છે. આ પ્રકારની છેતરપિંડી કરનાર ગેંગ લોકોને કહેવાતા જાદુઈ ધાતુના રાઈસ પુલરમાં રોકાણ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે, જે તાંબા અને ઇરિડિયમ નામની ધાતુનો મિશ્રણ હોય છે. આકાશી વીજળીના સંપર્કમાં આવવાથી રાઈસ પુલરમાં અલૌકિક શક્તિ ઉત્પન્ન થતી હોવાનો દાવો પણ કરવામાં આવે છે.

આખરે 'રાઇસ પુલર' શું છે?છેતરપિંડી કરનાર દાવો કરે છે કે, રાઈસ પુલર વાસણ, વાટકી, કાચ અથવા મૂર્તિના આકારમાં હોઈ શકે છે. તેના ચુંબકીય બળને કારણે ખૂબ મૂલ્યવાન છે અને નાસા જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ ઉપગ્રહો અને અવકાશમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને કરોડો રૂપિયામાં તેની ખરીદી કરે છે. આ લોભમાં લોકો લાખો-કરોડોના ખર્ચે 'રાઇસ પુલર' ખરીદે છે, પરંતુ તેમની પાસેથી 'રાઇસ પુલર' ખરીદવા કોઈ સંસ્થા આવતી નથી.

આટલું જ નહીં આ ચાલાક ઠગ એ પણ જણાવે છે કે જે લોકો આ ખાસ ધાતુના વાસણો ખરીદે છે, તેમનો વેપાર અને સંપત્તિ દિવસે બે ગણી અને રાતે ચાર ગણી વધી જાય છે. જે લોકો 'રાઇસ પુલર'ને ચમત્કારિક ગણાવે છે તેઓ એક ખાસ ટેસ્ટ પણ કરાવે છે, જે તેના અસલી કે નકલી ઓળખવા માટે કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: લંડનમાં નવો પોલિયો વાયરસ મળ્યો, WHO એ કર્યા સાવધાન, તજજ્ઞોએ આપી ચેતાવણી

ઘરોની વચ્ચે 1.5 KM નુ છે અંતર

કોલ્હાપુર રેન્જના આઈજી મનોજકુમાર લોહિયાએ જણાવ્યું કે, બંને ભાઈઓએ ઘણા લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. જે ઘરોમાંથી મૃતદેહ મળી આવ્યા હતા તેમની વચ્ચે 1.5 કિમીનું અંતર છે. તેમણે જણાવ્યું હતું કે માણિક વાનમોરના ઘરમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં તે પોતે, તેની પત્ની, માતા, પુત્રી, પુત્ર અને ભત્રીજા (પોપટ વનમોરનો પુત્ર) નો સમાવેશ થાય છે, જ્યારે પોપટ વનમોર, તેની પત્ની અને પુત્રીના મૃતદેહ 1.5 કિમી દૂર અન્ય એક મકાનમાંથી મળી આવ્યા હતા.

ઘટના કઈ રીતે આવી સામે?

આઈજી લોહિયાના જણાવ્યા અનુસાર, માણિક વનમોરના ઘરેથી દૂધ લેવા કોઈ કેમ આવ્યું નથી? તે જાણવા ગામની યુવતી ગઈ હતી. ત્યારપછી તે યુવતીએ ગામના લોકોને આ ઘટના વિશે જણાવ્યું હતું. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે જ્યારે તે પોપટ વાનમોરના ઘરે આ અંગે જાણ કરવા ગયો તો ત્યાં પણ ત્રણ મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા.

પોલીસને શંકા છે કે, તેણે જીવનનો અંત લાવવા માટે કોઈ ઝેરી પદાર્થોનુ સેવન કર્યું હશે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં લખેલા નામના આધારે આ કેસમાં 25 લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  શિવસેનાના ધારાસભ્યએ CM ઉદ્ધવને લખ્યો પત્ર, કહ્યુ- એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યો શા માટે થયા બળવાખોર?

સુસાઈડ નોટમાં લખવામાં આવી છે ઉધારની વાત

- સુસાઈડ નોટ થકી જાણવા મળ્યું છે કે, તેમણે ખૂબ જ વધારે દેવુ કરી લીધું હતું. મૃતકોમાંના એક પોપટ વાનમોરને કેટલીક ક્રેડિટ સંસ્થાઓ તરફથી રિકવરી નોટિસ પણ મળી હતી. જો કે અમે તમામ એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છીએ.

સાંગલીના એસપી દીક્ષિત ગેદામે એમ પણ જણાવ્યું કે સુસાઈડ નોટમાં બંને ભાઈઓએ કોઈ ધંધા માટે પૈસા લીધા હોવાનો ઉલ્લેખ છે. જોકે, આખરે તેમનો વ્યવસાય શું હતો? તેની તપાસ પણ પછીથી કરવામાં આવશે. પરંતુ ઝીણવટભરી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

એક શિક્ષક અને બીજો વેટરનરી ડોક્ટર

અહી ઉલ્લેખનિય છે કે, સોમવારે સાંગલી જિલ્લાના મ્હૈસલ ગામમાં બે ભાઈઓ અને તેમના પરિવારના 9 સભ્યોના મૃતદેહ બે અલગ-અલગ ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે બે ભાઈઓની ઓળખ પોપટ વનમોર (54), ડો. માણિક વનમોર (49), તેમની માતા અક્તાઈ વનમોર (74) ઉપરાંત અન્ય મૃતકો અર્ચના વનમોર (29), સંગીતા પોપટ વનમોર (46), શુભમ પોપટ વનમોર (24) રેખા માણિક વનમોર (43) પ્રતિક્ષા માણિક વનમોર (20) અને આદિત્ય માણિક વનમોર (16) તરીકે કરી છે. પોપટ વનમોર શિક્ષક હતા, જ્યારે માણિક વનમોર વેટરનરી ડોક્ટર હતા.
First published: June 23, 2022, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading