મથુરામાં કલેક્ટરે પહેરેલા ચશ્મા લઈને વાંદરો ભાગ્યો, બે ફ્રૂટ આપ્યા ત્યારે પાછા મળ્યા, જુઓ રસપ્રદ VIDEO

News18 Gujarati
Updated: August 21, 2022, 11:47 PM IST
મથુરામાં કલેક્ટરે પહેરેલા ચશ્મા લઈને વાંદરો ભાગ્યો, બે ફ્રૂટ આપ્યા ત્યારે પાછા મળ્યા, જુઓ રસપ્રદ VIDEO
મથુરામાં કલેક્ટરના ચશ્મા લઈ ભાગ્યો વાંદરો

મથુરા (Mathura) વૃદાંવન (vrindavan) માં કલેક્ટરે (collector ) પહેરેલા ચશ્મા (glasses) ઉતારી વાંદરો (monkey) ભાગી ગયો, પોલીસ કર્મીઓ અને અધિકારીઓ દોડતા થઈ ગયા, પણ આ તો વૃદાંવનને વાંદરો એમ થોડી માને,ફ્રૂટ આપ્યા ત્યારે ચશ્મા આપ્યા.

  • Share this:
મથુરા : શ્રી કૃષ્ણની નગરી વૃંદાવન (vrindavan) માં વાંદરા (monkey) ની ટીખળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં એક વાંદરાને મથુરા (Mathura) ના કલેક્ટર ((collector)) નવનીત સિંહ ચહલના ચશ્મા ગમી ગયા. પોલીસ પ્રશાસન અને અધિકારીઓના ઘણા પ્રયત્નો બાદ કલેક્ટરના ચશ્મા વાંદરા પાસેથી પાછા લેવામાં આવ્યા હતા. પરંતુ વાંદરો કોઈપણ હાલતમાં ચશ્મા પરત કરવા તૈયાર ન હતો. આ પછી નજીકની દુકાનમાંથી ફ્રૂટ મંગાવવામાં આવ્યા. આ જોઈને વાંદરો નજીક આવ્યો અને ફળ લઈને ચશ્મા પરત કરીને ભાગી ગયો. આ રીતે 5 મિનિટ પછી કલેક્ટરને તેમના ચશ્મા પાછા મેળવી શક્યા.

વાસ્તવમાં કલેક્ટર નવનીત ચહલ બાંકે બિહારી મંદિરમાં થયેલા અકસ્માત બાદ માહિતી મેળવવા વૃંદાવન પહોંચ્યા હતા. તેમની સાથે એસએસપી અભિષેક યાદવ અને અન્ય અધિકારીઓ પણ હતા. કલેક્ટર-એસએસપી રાધા વલ્લભ મંદિરની નજીકથી રસ્તા પર જઈ રહ્યા હતા.

કલેક્ટરે પહેરેલા ચશ્મા ઉતારી વાંદરો ભાગી ગયો

સરકારે રચેલી સમિતિમાં સામેલ પૂર્વ ડીજીપી સુલખાન સિંહ અને આગ્રાના ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલ રવિવારે નિરીક્ષણ માટે આવવાના હતા. તે પહેલા આજે જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલ, એસએસપી અભિષેક યાદવ અને અન્ય અધિકારીઓ સાથે બાંકે બિહારી મંદિરની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારબાદ વૃંદાવનમાં એક વાંદરાએ જિલ્લા મેજિસ્ટ્રેટના ચહેરા પરથી ચશ્મા ઉતારી નાખ્યા.

આ પણ વાંચોVIDEO: દેશી જુગાડથી બચાવ્યું ખેડૂતનું 'ડ્રીમ હોમ', 500 ફૂટ દૂર ખસેડવામાં આવી રહ્યું ઘર

વાંદરાની પાછળ દોડ્યો પોલીસમેનડીએમ કંઈ સમજે તે પહેલા વાંદરો ચશ્મા લઈને ભાગી ગયો. ડીએમના ચશ્મા લીધા પછી વાંદરો કોઈ પણ બેદરકારી વગર ઉપરના માળે ચઢી ગયો. જિલ્લા મેજિસ્ટ્રેટનો આખો સ્ટાફ વાંદરાને જોતો જ રહી ગયો. સુરક્ષાકર્મીઓએ વાંદરાના ચશ્મા પરત લેવાના પ્રયાસો શરૂ કર્યા. પણ વાંદરો તો વૃંદાવનનો વાંદરો હતો, તે ક્યાં સહેલાઈથી માને તેમ હતો. વાંદરાએ ચશ્મા પાછા આપ્યા નહીં ત્યાં સુધી કલેક્ટર અને એસએસપીને પરસેવો છૂટી ગયો. ઘણી મહેનત પછી જ્યારે ફ્રૂટ આપ્યું ત્યારે વાંદરો ચશ્મા છોડીને ભાગી ગયો. વાંદરા પાસેથી ચશ્મા પરત મેળવ્યા બાદ કલેક્ટર સાહેબે ચશ્મા વગર નિરીક્ષણ કર્યું.
Published by: kiran mehta
First published: August 21, 2022, 11:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading