હેરી પોર્ટરથી લઈને ટ્વિટર સુધી- મોદીના ભાષણની રસપ્રદ વાતો અને તથ્યો

News18 Gujarati
Updated: January 24, 2018, 9:56 AM IST
હેરી પોર્ટરથી લઈને ટ્વિટર સુધી- મોદીના ભાષણની રસપ્રદ વાતો અને તથ્યો
WEFને સંબોધી રહેલા મોદી

દાવોસમાં મોદીએ 21 વર્ષ વચ્ચે તફાવત બતાવતા ટ્વિટર, હેરી પોર્ટર, અમેઝોન સહિતનો ઉલ્લેખ કર્યો.

  • Share this:
નવી દિલ્હીઃ મોદીએ મંગળવારે દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સંબોધન કર્યું. તેમણે પોતાના ભાષણમાં દુનિયા સામેના પડકારો, વિકાસ અને સહકારને લઈને ભારતનું વલણ, ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, સરકારે કરેલા સુધારા અને સરકારની નીતિ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત સદીઓથી વિવિધતામાં એકતા જીવતું આવ્યું છે. ભારતમાં લોકતંત્ર ફક્ત એક રાજકીય વ્યવસ્થા નથી પરંતુ જીવન જીવવાની શૈલી છે.

ભાષણની શરૂઆતમાં મોદીએ કહ્યું કે, તેમના પહેલા વર્ષ 1997માં એચ.ડી.દેવગૌડા ભારતના વડાપ્રધાન તરીકે દાવોસ સમિટમાં સામેલ થયા હતા. ત્યારથી અત્યાર સુધી ઘણું બદલાઈ ગયું છે. તેમણે 21 વર્ષ વચ્ચે તફાવત બતાવતા ટ્વિટર, હેરી પોર્ટર, અમેઝોન સહિતનો ઉલ્લેખ કર્યો. હવે મોદીએ પોતાના ભાષણમાં જે વાતનો ઉલ્લેખ કર્યો તેના ફેક્ટ્સ પર પણ એક નજર કરીએ.

'1997માં ઓસામા બિન લાદેનનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હતું'


તથ્યઃ ઓસામા બિન લાદેન અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ ચર્ચામાં આવ્યો હતો. તે આ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. અમેરિકન કમાન્ડોએ પાકિસ્તાનના અબેટાબાદમાં 2011માં તેને મારી નાખ્યો હતો.

'ત્યારે હેરી પોર્ટરનું નામ અજાણ્યું હતું'
તથ્યઃ જે.કે. રોલિંગ્સ દ્વારા લિખિત હેરી પોર્ટરનું પ્રથમ પુસ્તક 1997માં પ્રસિદ્ધ થયું હતું. આ સીરિઝના 7 પુસ્તક પ્રસિદ્ધ થયા છે, જેના પર ફિલ્મ પણ બની છે. આ શ્રેણીની પ્રથમ ફિલ્મ 2001માં આવી હતી અને અંતિમ ફિલ્મ 2011માં આવી હતી. હેરી પોર્ટરને ભારતમાં પ્રથમ ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રસિદ્ધિ મળી હતી.

'આ સમયમાં સાઇબર સ્પેસમાં ગૂગલ આવ્યું ન હતું'

તથ્યઃ ગૂગલની સ્થાપના 1998માં લૈરી પેજ અને સર્જી બ્રિને કરી હતી. આજે ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે.

'ત્યારે ટ્વિટ કરવું ફક્ત ચકલીઓનું કામ હતું'

તથ્યઃ ટ્વિટર વર્ષ 2006માં શરૂ થયું હતું. આજે ટ્વિટર સૌથી તાકાતવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે.

'ત્યારે તમે અમેઝોનનું નામ શોધતા તો નદી અને જંગલ વિશે માહિતી મળતી'

તથ્યઃ ઈ-કોમર્સ વેબસાઈટ અમેઝોન ડોટ કોમની શરૂઆત 1994માં થઈ હતી. જોકે, 1997માં અમેઝોને શેરમાર્કેટમાં એન્ટ્રી કરી હતી અને આશરે 16 વર્ષ બાદ 2013માં તેણે ભારતમાં પોતાની સેવા શરૂ કરી.
Published by: Vinod Zankhaliya
First published: January 24, 2018, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading