હવે આર્મીની જેમ ખેડૂતોની પણ હશે કેન્ટીન, એક્સપોર્ટ ક્વોલિટીનો સામાન મળશે ટેક્સ ફ્રી


Updated: March 27, 2021, 4:47 PM IST
હવે આર્મીની જેમ ખેડૂતોની પણ હશે કેન્ટીન, એક્સપોર્ટ ક્વોલિટીનો સામાન મળશે ટેક્સ ફ્રી
ખેડૂતો માટેના આ કેન્ટીનમાં આર્મી કેન્ટીનની જેમ જ એક્સપોર્ટ ક્વોલિટીનો સામાન સસ્તામાં મળશે. આ સામાન પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે

ખેડૂતો માટેના આ કેન્ટીનમાં આર્મી કેન્ટીનની જેમ જ એક્સપોર્ટ ક્વોલિટીનો સામાન સસ્તામાં મળશે. આ સામાન પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે

  • Share this:
મનોજ રાઠોડ

ભોપાલ : હવે આર્મી કેન્ટીનની જેમ જ મધ્યપ્રદેશમાં ખેડૂતો માટે કેન્ટીન બનાવવામાં આવશે. જેને લઈને કૃષિ વિભાગે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે ખેડૂતો માટેના આ કેન્ટીનમાં આર્મી કેન્ટીનની જેમ જ એક્સપોર્ટ ક્વોલિટીનો સામાન સસ્તામાં મળશે. આ સામાન પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે.

મધ્ય પ્રદેશના કૃષિ મંત્રીએ કહ્યું કે, આ કેન્ટીન રાજ્યના 259 મંડીઓમાં ખોલવામાં આવશે. જેના કારણે ખેડૂતોનું સન્માન વધશે. આપણા ખેડૂતો જવાનો જેવા જ છે. લોકડાઉન દરમિયાન જ્યારે આખો દેશ બંધ હતો ત્યારે ખેડૂતોએ જ દેશને મદદ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે આર્મી કેન્ટીન જેવી ખેડૂત કેન્ટીન દરેક મંડીમાં ઉપલબ્ધ કરાવીશું. અહીં ખેડૂતોને મળનારો સામાન સસ્તો હશે, તેમજ તેના પર કોઈ પ્રકારનો ટેક્સ નહીં વસૂલાય.

આ પણ વાંચો - આ સરકારી કંપની આપી રહી છે CNG પંપ સ્ટેશન ખોલવાની તક, વાંચો કેવી રીતે કરવાની રહેશે અરજી

મંડીઓમાં ખુલશે ક્લિનિક

રાજ્યના કૃષિ મંત્રી કમલ પટેલે વધુમાં જણાવ્યું કે, ખરીદી માટે મંડીમાં આવનારા ખેડૂતોનું સ્વાસ્થ્ય પણ અમારા માટે મહત્વનું છે. જેથી અધિકારીઓ ગેટ પાસે ઉભા રહીને ખેડૂતોને હાથ જોડી તેમનું અભિવાદન અને સન્માન કરશે. તેમજ મંડીમાં જતા ખેડૂતો માટે સ્વાસ્થ્ય સુવિધાના ભાગ રૂપે અટલ ક્લિનિક ખોલવામાં આવશે. જેમાં ખેડૂતોના સ્વાસ્થ્યની તપાસ થશે. આ દરમિયાન ખેડૂતને કોઈ બીમારી હશે તો તેનું નિદાન સરકાર તરફથી મફત કરવામાં આવશે. એટલું જ નહીં ખેડૂતોને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવશે.

ખરાબ કામ કરનાર અધિકારીને ઊંધો લટકાવીશ: મંત્રી

કૃષિ મંત્રી કમલ પટેલ ભોપાલમાં કિસાન વિશ્રામ ગૃહના ભૂમિ પૂજન દરમિયાન સીએમ શિવરાજ સિંહની છટામાં બોલતા દેખાયા હતા. તેમણે કહ્યું, જો કિસાન વિશ્રામ ગૃહનું નિર્માણ ખરાબ થયું તો અધિકારીઓને ઊંધા લટકાવી દઈશ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ FIR નોંધવામાં આવશે. કોઈને છોડવામાં આવશે નહીં. AIIMS પાસે 10 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કૃષિ મંત્રી કમલ પટેલે કર્યું હતું. આ વિશ્રામ ગૃહનો ઉપયોગ એઇમ્સમાં સારવાર અર્થે આવતા ખેડૂતોને રોકાવા માટે અને ટ્રેનિંગ માટે કરવામાં આવશે.
First published: March 27, 2021, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading