મુંબઈ: આંખ મારવી અને ફ્લાઇંગ કિસને કોર્ટે ગણાવ્યું યૌન ઉત્પીડન, યુવકને એક વર્ષની સજા

News18 Gujarati
Updated: April 11, 2021, 2:56 PM IST
મુંબઈ: આંખ મારવી અને ફ્લાઇંગ કિસને કોર્ટે ગણાવ્યું યૌન ઉત્પીડન, યુવકને એક વર્ષની સજા
પ્રતીકાત્મક તસવીર

સગીરાએ પણ કહ્યુ હતુ કે, આરોપી પહેલા પણ આ પ્રકારની હરકત કરી ચુક્યો છે.

  • Share this:
મુંબઈમાં (Mumbai) 20 વર્ષનો એક યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ (pocso act) કાયદા અંતર્ગત એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેને એક 14 વર્ષની સગીર છોકરીને (minor girl) આંખ મારીને (winking) ફ્લાઈંગ કિસ (flying kiss) કરવાનો દોષી માનવામાં આવ્યો છે.

20 વર્ષના યુવક સામે 14 વર્ષની કિશોરીએ ફરિયાદ નોધાવી હતી. તે બાદ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન સગીરાએ કોર્ટને કહ્યુ હતુ કે, 29 ફેબ્રુઆરીના રોજ હું મારી બહેન સાથે બહાર જઇ રહી હતી. ત્યારે પડોશમાં રહેતા યુવકે પહેલા મને આંખ મારી હતી અને પછી ફ્લાઈંગ કિસ કરી હતી. સગીરાએ પણ કહ્યુ હતુ કે, આરોપી પહેલા પણ આ પ્રકારની હરકત કરી ચુક્યો છે.

3 કરોડ મેળવવા પત્નીએ કરી પતિની હત્યા, પેટ્રોલ નાંખીને સળગાવી દીધી કાર

કિશોરીની માતાએ કહ્યું હતું કે, પીડતાએ પહેલા પણ આરોપીની આવી વર્તણૂક અંગે મને ફરિયાદ કરી હતી. જે બાદ મેં આરોપી યુવકને ઠપકો પણ આપ્યો હતો. એ પછી પણ ન માનતા પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે કહ્યુ હતુ કે, આ મામલાની યોગ્ય રીતે તપાસ થઈ નથી અને આરોપીએ યૌન શોષણ કરવાના ઈરાદે આવું કર્યુ નહોતુ.

અમદાવાદ: Zydus ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન લેવા પડાપડી, આશરે બે કિ.મી. લાંબી કતારો લાગી

આ કેસ દરમિયાન યુવકે કોર્ટમાં દાવો કર્યો હતો કે, તે અને સગીરા અલગ અલગ સમુદાયમાંથી આવે છે. એટલે છોકરીની માતાએ બંનેને બોલવાની ના પાડી હતી. યુવકે તે પણ કહ્યું કે, મારી પર લાગેલા તમામ આરોપ એકદમ ખોટા છે અને છોકરીના સંબંધીઓ વચ્ચે લાગેલી શરતને કારણે મને ફસાવવામાં આવ્યો છે.ટ્રાયલ દરમિયાન છોકરી તેની માતા અને તપાસ અધિકારી વચ્ચે વાત થઇ હતી. કોર્ટે આ ત્રણના નિવેદનને દોષીનો અપરાધ સાબિત કરવા માટે પર્યાપ્ત માન્યો હતો. કોર્ટે દોષીને એક વર્ષની સજા સંભળાવી હતી અને કહ્યું કે, આંખ મારવી અને ફ્લાઇંગ કિસ કરવી તે યૌન ઉત્પીડન છે.
Published by: Kaushal Pancholi
First published: April 11, 2021, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading