ચોંકાવનારી ઘટના: 'લગ્નની ના પાડી તો બોયફ્રેન્ડે ટ્રેનની નીચે ફેંકી' બહેનપણીએ બચાવ્યો જીવ - CCTV Video

News18 Gujarati
Updated: February 22, 2021, 12:55 AM IST
ચોંકાવનારી ઘટના: 'લગ્નની ના પાડી તો બોયફ્રેન્ડે ટ્રેનની નીચે ફેંકી' બહેનપણીએ બચાવ્યો જીવ - CCTV Video
પ્રતિકાત્મક તસવીર

આરોપીએ પહેલા ચાલતી ટ્રેનમાંથી કૂદવાની એક્ટિંગ કરી હતી, ત્યારબાદ તેણે યુવતીને ટ્રેન નીચે ધકેલી દેવાની કોશિશ શરૂ કરી

  • Share this:
મુંબઈ : મુંબઇના ખાર સ્ટેશન (Khar Station) પર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પ્રેમમાં નિષ્ફળ ગયેલા એક યુવકે લગ્નનો ઇનકાર કર્યા બાદ યુવતીને લોકલ ટ્રેન (Local Train)ની નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. સારી વાત એ હતી કે, છોકરાએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે છોકરીની એક મિત્ર પણ તેની સાથે હતી, જેણે છોકરાને અટકાવવાની કોશિશ કરી અને છોકરીને ટ્રેનના પાટા પર પડતા બચાવી લીધી. આ પછી જ્યારે લોકો ત્યાં ભેગા થવા લાગ્યા ત્યારે છોકરો ત્યાંથી છટકી ગયો. જો કે બાદમાં જીઆરપીએ આરોપી યુવકની ધરપકડ કરી હતી.

રેલવે પોલીસને મળેલી માહિતી અનુસાર સુમેધા જાધવ નામનો યુવક એકતરફી એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી નારાજ થઈ 19 ફેબ્રુઆરીએ સુમેધે પહેલા તો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ યુવતીને ચાલતી ટ્રેનની નીચે ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘટના સ્થળે યુવતીની જિંદગી કોઈ રીતે બચી ગઈ.

આ પણ વાંચોભૂત-ભૂવાથી સાવધાન! તાંત્રિકે કહ્યું - 'પિતા-પુત્ર પર ચૂડેલનો પડછાયો', સંંબંધીઓએ માર મારી બંનેને પતાવી દીધા

મળતી માહિતી મુજબ, બે વર્ષ પહેલા આરોપી યુવક અને પીડિત યુવતી એક જ ઓફિસમાં કામ કરતા હતા. આ સમયે, આરોપી છોકરો છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો. આ બંને ઓફિસમાં કામ કરતી વખતે એકબીજા સાથે વાો કરતા હતા, પરંતુ પાછળથી છોકરાએ છોકરી પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ યુવતીએ ના પાડી દીધી હતી. સ્પષ્ટતા કર્યા બાદ પણ તે યુવતીનો પીછો છોડતો ન હતો. પરેશાન થઈ યુવતીએ નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો તે શાંત થયો પછી તેણે ફરી તે યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું.આ પણ વાંચોભાઈની બહાદુરી! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે ચલાવી બાઈક, આ રીતે બચાવ્યો જીવ

આખરે 19 ફેબ્રુઆરીએ પીડિત યુવતી જ્યારે ખાર સ્ટેશન પર પહોંચી તો આરોપીએ પહેલા ચાલતી ટ્રેનમાંથી કૂદવાની એક્ટિંગ કરી હતી, ત્યારબાદ તેણે યુવતીને ટ્રેન નીચે ધકેલી દેવાની કોશિશ શરૂ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપી છોકરાની ધરપકડ કરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: February 22, 2021, 12:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading