બાળકો માટે માયેપિયા બની રહ્યો છે મોટો ખતરો, વિશેષજ્ઞોએ કહ્યું- બાળકોની આંખોને બચાવવી જરૂરી


Updated: July 10, 2021, 6:47 PM IST
બાળકો માટે માયેપિયા બની રહ્યો છે મોટો ખતરો, વિશેષજ્ઞોએ કહ્યું- બાળકોની આંખોને બચાવવી જરૂરી
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારી બાદ નવી-નવી બીમારીઓ લોકોને ઝપેટમાં લઇ રહી છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારી બાદ નવી-નવી બીમારીઓ લોકોને ઝપેટમાં લઇ રહી છે. કોરોનાથી નબળી પડેલી રોગ પ્રતિકારક શક્તિ બાદ પેદા થયેલા ઘણા સિન્ડ્રોમ અને બ્લેક ફંગસ વગેરેથી અલગ અમુક એવી પણ બીમારીઓ છે જે કોરોનાથી બચવા કે આ દરમિયાન સુરક્ષિત રહેવા માટે લેવામાં આવેલા પગલાઓ બાદ ઉદ્દભવી છે. આંખોની બીમારી માયોપિયા તેમાંથી જ એક છે.

એક રિપોર્ટ અનુસાર કોરોના બાદ ચીન અને નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં લોકોની આંખોમાં માયોપિયાની ફરીયાદ જોવા મળી છે. ત્યારે હવે ભારતમાં પણ લોકોની આંખો આ બીમારી માયોપિયાની ઝપેટમાં આવી રહ્યા છે. વિશેષકો અનુસાર કોવિડ દરમિયાન મોટાઓની સાથે બાળકોની આંખોને બચાવવી પણ જરૂરી છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો મોટા સ્તરે દ્રષ્ટિમાં સમસ્યા આવી શકે છે.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડો. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સિઝમાં પ્રાફેસર ડો. અતુલ કુમાર કહે છે કે, ભારતના લોકોમાં કોરોનાથી પહેલાના સમયની સરખામણીએ હવે માયોપિયાની ફરીયાદો વધી રહી છે. તેનું એક કારણ કોરોના આવ્યા બાદ લોકોનું ઘરમાં રહેવું અને ડિજીટલ ડિવાઇસીસ અને વર્ચ્યુઅલ એક્ટિવિટીનો ખૂબ લાંબા સમય સુધી વપરાશ કરવો છે.

આ પણ વાંચો - વિશ્વ જનસંખ્યા દિવસ 2021: જાણો, શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ, શું છે થીમ અને ઇતિહાસ

પ્રોફેસર અતુલના જણાવ્યા અનુસાર સતત અને લાંબા સમય સુધી એક જ વસ્તુ પર ફોકસ કરીને જોતા રહેવાથી આંખોમાં માયોપિયાની સમસ્યા પેદા થાય છે. ધીમે ધીમે દ્રષ્ટિ એટલી સંકોચાઇ જાય છે કે ખૂબ નજીકની વસ્તુઓ પણ સરખી જોઇ શકાતી નથી. આ માત્ર વિઝન સુધી મર્યાદિત નથી, પરંતુ તેના સાઇડ ઇફેક્ટ એટલા છેકે આંખોમાં લોહી આવી જવું આખરે આંખોની દ્રષ્ટિ પણ જઇ શકે છે. તેથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.

જો કોરોના બાદ જોવામાં આવે તો બાળકોની આંખોને વધુ નુકસાન થઇ રહ્યું છે. ઘરે જ રહીને કલાકો સુધી ઓનલાઇન ભણતર કરવાથી અને બહાર ન જઇ શકવાના કારણે ઇનડોર એક્ટિવિટીઝમાં માત્ર મોબાઇલ ફોન, લેપટોપ અથવા ટેબલેટ વગેરે ચલાવવાથી આંખોમાં સમસ્યાઓ આવી રહી છે. માયોપિયા એક પ્રકારે દૂર સુધી જોવાની ક્ષમતાને અસર કરે છે. તેમાં નજીકની વસ્તુઓ સરખી દેખાય છે પરંતુ દૂરની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જાય છે.આંખોમાં માયોપિયાના લક્ષણો

- આંખો સૂકાવી

- આંખોમાં લોહી આવી જવું

- ઝાંખુ દેખાવું

- આંખો દુખવી

- દૂરની વસ્તુઓ સાફ ન દેખાવી

- ઊંઘ ન આવવી

- બ્લૂ લાઇટ ઉડાવી રહી છે ઊંઘ

ઇલેક્ટ્રોનિક ડિવાઇસોનો વધુ પડતો ઉપયોગ આંખો ખરાબ કરી રહ્યો છે. મોબાઇલ ફોન, ટેબલેટ, ટીવી કે અન્ય કોઇ ઉપકરણોથી નીકળતી બ્લૂ લાઇટ આંખોની નજર પર અસર કરે છે અને આંખો સૂકવે છે. આ સાથે જ બાળકોની ઊંઘને પણ અસર કરે છે. ત્યાં સુધી કે જો કોઇ બાળક કે મોટુ વ્યક્તિ સાંજે કે રાત્રી સુધી ફોન ચલાવે છે તો તેમને ઊંઘ આવવામાં સમસ્યા થઇ શકે છે. સ્લીપ ડિસઓર્ડરની સાથે જ આ વિઝનને ઝાંખુ કરી દે છે. તેથી તેનો આંખો પર ઓછામાં ઓછો પ્રભાવ પડવા દો.
First published: July 10, 2021, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading