ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં પહોંચી તો હાલત જોઈ ડોક્ટરો પણ ચોકીં ગયા, સોનોગ્રાફી કરી કરતા ખબર પડી કે...

News18 Gujarati
Updated: July 7, 2021, 8:05 PM IST
ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં પહોંચી તો હાલત જોઈ ડોક્ટરો પણ ચોકીં ગયા, સોનોગ્રાફી કરી કરતા ખબર પડી કે...
પ્રતિકાત્મક તસવીર (ફોટો - shutterstock)

તો જાણવા મળ્યું હતું કે, મહિલાને બે પ્રાઈવેટ પાર્ટ, 2 સર્વિક્સ અને 2 ગર્ભાશય છે. આ જોઈને ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતમાં આ પ્રકારનો કેસ લગભગ આ પહેલો છે.

  • Share this:
નાગૌર : જિલ્લાના થાંવલા વિસ્તારમાં એક એવો મામલો સામે આવ્યો છે કે, તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં એક-બે મહિનાની ગર્ભવતી મહિલાની તપાસ કરવામાં આવી તો, તેના બે પ્રાઈવેટ પાર્ટ જોવા મળ્યા. મળતી માહિતી મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન અચાનક લોહી નીકળવાનું શરૂ થતાં મહિલાને થાંવલા સીએચસી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન મહિલાની સોનોગ્રાફી કરવામાં આવી હતી, તો જાણવા મળ્યું હતું કે, તેને બે યોનિ, 2 સર્વિક્સ અને 2 ગર્ભાશય છે. આ જોઈને ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા, ડોક્ટરેએ તેની સોનોગ્રાફી બે વાર કરી પણ પરિણામ એક જ આવ્યું.

ડોકટરોના મતે, આ એક દુર્લભ કેસ છે અને તેને યૂટ્રસ ડાયડેલફિસ કહેવામાં આવે છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે અને ભવિષ્યમાં તે માતા બની શકે છે પરંતુ કસુવાવડનું જોખમ રહેલું છે. મહિલાને પણ તેની આ હાલતની જાણકારી પણ નહોતી.

આ પણ વાંચો - બ્રિટન: એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં એવું વિચિત્ર થયું, કે ડોક્ટરો પણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા

થોડા સમય પહેલા લગ્ન કર્યાં હતા

23 વર્ષીય મહિલાના થોડા સમય પહેલા લગ્ન થયા હતા અને બે મહિનાની ગર્ભવતી હતી. બે દિવસ પહેલા જ તેને અચાનક લોહી નીકળવાનું શરૂ થયું હતું. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડો.પ્રકાશ ચૌધરીએ અહીં મહિલાની તપાસ કરી તો, ગર્ભપાતનો મામલો સામે આવ્યો. જેથી ડોક્ટરે સોનોગ્રાફી કરી અને તે દરમિયાન આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. Dr. ચૌધરીના મતે આશ્ચર્યજનક વાત એ છે કે, મહિલાને આ અંગે હજી સુધી જાણ ન હતી. જો તેને કસુવાવડ ન થઈ હોત તો, કદાચ તે આગળ પણ જાણી શકી ન હોત.

આ પણ વાંચો - સુરતમાં કાળજુ કંપી ઉઠે તેવી ઘટના: પુત્રવધૂ દ્વારા લાચાર વૃદ્ધ સાસુને માર મારતા Videoથી ચકચાર, પોલીસ આવી મદદે કરોડોમાં એક સ્ત્રી સાથે આવું થાય છે

ડો.પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમની દસ વર્ષની નોકરીમાં આવો કેસ ક્યારેય સામે આવ્યો ન હતો કે ન તો તેમણે આવા કેસ વિશે સાંભળ્યું હતું. આ મામલે તેમણે તેમના સિનિયરને જાણ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, આને યૂટ્ર્સ ડાઈડેલફિસ કહેવામાં આવે છે. આ રોગ કરોડોમાંથી એક મહિલાને થાય છે. ડો.ચૌધરીએ કહ્યું કે, ભારતમાં આ રોગના કેટલા કેસ નોંધાયા છે તેની કોઈ માહિતી નથી. આ પહેલો કેસ હોઈ શકે છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા અમેરિકામાં આવ્યો હતો. ત્યાં પણ, જ્યારે 26 વર્ષની મહિલા ગર્ભવતી થઈ, ત્યારે આ રોગ વિશે ખબર પડી હતી.
Published by: kiran mehta
First published: July 7, 2021, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading