લગ્નની તારીખ આગળ ન વધતા મહિલા ડૉક્ટરે લગ્ન જ તોડી નાખ્યા, કહ્યું- કોરોના દર્દીઓની સેવા જ મારો ધર્મ

News18 Gujarati
Updated: May 8, 2021, 12:22 PM IST
લગ્નની તારીખ આગળ ન વધતા મહિલા ડૉક્ટરે લગ્ન જ તોડી નાખ્યા, કહ્યું- કોરોના દર્દીઓની સેવા જ મારો ધર્મ
ડૉક્ટર અપૂર્વા (ફાઇલ તસવીર)

નાગપુરની અપૂર્વા મંગલગિરી સેન્ટ્રલ ઇન્ડિયા કાર્ડિયોલોજી હૉસ્પિટલ ખાતે ફિજિશિયન તરીકે કામ કરે છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોનાકાળમાં ડૉક્ટર્સ (Doctors) સહિત કોરોના વૉરિયર્સ (Corona warriors) દર્દીઓની જે સેવા કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. કોરોનાકાળમાં લોકો અનેક એવા લોકો મળશે જેઓ સેવાને જ પોતાના ધર્મ માને છે. અનેક એવા લોકો વિશે પણ તમે સાંભળ્યું હશે જેઓ લોકોની સેવા માટે અનેક દિવસો સુધી પરિવારથી પણ દૂર રહ્યા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા ડૉક્ટરે કોરોનાકાળમાં પોતાના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો છે. તેણીએ કોવિડ દર્દીઓની સારવારને જ પોતાનો ધર્મ માન્યો છે. ડૉક્ટરનો પરિવાર કોરોનાકાળમાં લગ્ન કરવા ઇચ્છતો ન હતો અને લગ્નની તારીખ પાછળ ધકેલવા માંગતો હતો. જ્યારે દુલ્હાનો પરિવાર આ માટે તૈયાર ન હતો.

કોવિડ દર્દીઓની મદદ માટે લગ્ન તોડી નાખ્યા!

નાગપુરની અપૂર્વા મંગલગિરી સેન્ટ્રલ ઇન્ડિયા કાર્ડિયોલોજી હૉસ્પિટલ ખાતે ફિજિશિયન તરીકે કામ કરે છે. 26 એપ્રિલના રોજ અપૂર્વાના લગ્ન નક્કી થયા હતા. જોકે, તેણીએ લગ્ન તોડી નાખવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અપૂર્વાનો પરિવાર કોરોનાકાળમાં લગ્ન કરવા માંગતો ન હતો. આથી લગ્નની તારીખ પાછળ ધકેલવા પર વિચાર થઈ રહ્યો હતો. જોકે, વરપક્ષ આ માટે તૈયાર ન હતો. જે બાદમાં અપૂર્વાએ લગ્ન જ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. અપૂર્વાએ પોતાની જાતને ફક્ત કોવિડ દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધી છે.

આ પણ વાંચો: ભારતને 25 કરોડ વેક્સિનના ડોઝ ઓછી કિંમતે આપવામાં આવશે: GAVI

પિતાનું કોરોનાથી નિધન

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાથી અપૂર્વાના પિતાનું નિધન થયું હતું. આથી કોઈ કોરોના દર્દીના નિધન બાદ પરિવાર પર શું વિતે છે તે વાત અપૂર્વા બહુ સારી રીતે જાણતી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન અપૂર્વા પાસે અને લોકોના મદદ માટે ફોન આવે છે. આ જ કારણ છે કે લગ્નની તારીખ આગળ ન વધતા તેણે લગ્ન સંબંધ જ તોડી નાખ્યો અને તેની જાતને કોરોનાના દર્દીઓ માટે સમર્પિત કરી દીધી. અપૂર્વાએ સેવાને જ પોતાનો ધર્મ માની લીધો છે.આ પણ વાંચો: તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત


આ પણ વાંચો: પ્રેમીને જોતા જ Doggy બની જાય છે યુવતી, ચાર પગે કરે છે ઉછળકૂદ, ગળામાં હંમેશા પહેરે છે પટ્ટો!


અપૂર્વા માને છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફની ખૂબ અછત છે. આથી જ તેણી પોતાની દરેક મિનિટ કોરોના દર્દીઓની સેવામાં આપવા માંગે છે. લગ્ન તોડવા માટે પણ આ મુખ્ય કારણ છે. અપૂર્વ ઇચ્છે છે કે કોરોનાથી ખરાબ થયેલી હાલત પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવે. અપૂર્વા માટે લગ્ન તોડવાનો નિર્ણય ખૂબ આકરો હતો. જોકે, આજે અપૂર્વાના પરિવારને પણ તેની દીકરી પર ગર્વ છે. તેમને એ વાતનો ગર્વ છે કે મુશ્કેલ ઘડીમાં તેની દીકરી લોકોની મદદ કરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: May 8, 2021, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading