CAA, રામ મંદિર, 370 અને ટ્રિપલ તલાક- PM મોદીએ રજૂ કર્યું એક વર્ષનું રિપોર્ટ કાર્ડ

News18 Gujarati
Updated: May 30, 2020, 10:29 AM IST
CAA, રામ મંદિર, 370 અને ટ્રિપલ તલાક- PM મોદીએ રજૂ કર્યું એક વર્ષનું રિપોર્ટ કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે વર્ષ 2014માં દેશના લોકોએ એક મોટા પરિવર્તન અને દેશની નીતિ અને રીતિ બદલવા માટે વોટ આપ્યાં હતાં.

  • Share this:
નવી દલ્હી : વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ શનિવારે દેશના નામ એક પત્ર લખ્યો છે. જેમાં પીએમ મોદીએ પોતાની સરકારના એક વર્ષનું રિપોર્ટ કાર્ડ (Report Card) રજૂ કર્યું છે. જેમાં પીએમ મોદીએ આર્ટિકલ 370 રદ કરવી, રામ મંદિરનો વિવાદ સુલટાવવો, ટ્રિપલ તલાકને અપરાધ જાહેર કરવા અને નાગરિકતા સંશોધન કાયદાને પોતાના બીજા કાર્યકાળની મુખ્ય સફળતા ગણાવી છે. ભારતને વૈશ્વિક નેતા બનાવવાના સપનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે ગત એક વર્ષમાં સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ દેશના લોકોને નામ લખ્યો પત્ર, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ

વડાપ્રધાન તરીકે પોતાના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર દેશના લોકોને લખેલા એક પત્રમાં પીએમ મોદીએ કહ્યુ કે, 2019માં ભારતના લોકોએ ફક્ત અમારી સરકારના વોટ ન્હોતા આપ્યાં, પરંતુ ભારતને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અને વિશ્વ ગુરુ બનવાનું સપનું પણ જોયું હતું. ગત એક વર્ષના આ સપનાને આગળ વધારવા માટે નિર્ણયો લેવામાં આવ્યાં છે. ગત એક વર્ષના અનેક નિર્ણયોની ખૂબ ચર્ચા થઈ. ગત વર્ષે ઓગસ્ટમાં બંધારણની કલમ 370 અંતર્ગત કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પીએમ મોદીએ કહ્યુ કે, આ કલમ ખતમ થતાની સાથે જ રાષ્ટ્રીય એકતાની ભાવનાને બળ મળ્યું છે.

અયોધ્યામાં રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સદીઓથી ચાલ્યા આવતા વિવાદનો સૌહાર્દપૂર્ણ અંત થયો. ટ્રિપલ તલાક પર પીએમ મોદીએ કહ્યુ, "ત્રણ તલાકની બર્બર પ્રથાને ઇતિહાસ સુધી સીમિત કરી દેવામાં આવી." નાગરિકતા સંશોધન કાયદા લાગુ કરવાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આ ભારતની કરુણા અને બીજાઓને સમાવી લેવાની ભાવનાની અભિવ્યક્તિ છે. સરકારની અન્ય મોટા નિર્ણયનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યુ કે, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદ માટેની માંગ ઘણા સમયથી હતી. જેનાથી સશસ્ત્ર દળો વચ્ચે સમન્વય વધ્યો છે.

આ પણ વાંચો : બહુ ઝડપથી તમામ લોકોનો મોબાઇલ નંબર બદલાઈ જશે!

પીએમ મોદીએ કહ્યુ કે આ સમયે ભારતે ગગનયાનની તૈયારીને આગળ ધપાવી છે. પીએમ મોદીએ કહ્યું, "ગરીબ, ખેડૂત, મહિલા, યુવાનોને સશક્ત બનાવવા અમારી પ્રાથમિકતા છે. પીએમ કિસાન સમ્માન નિધિમાં હવે તમામ ખેડૂતો સામેલ છે. ફક્ત એક વર્ષમાં 9 કરોડ 50 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 72 હજાર કરોડથી વધારે રકમ જમા થઈ છે."  જળ જીવન મિશનથી 15 કરોડથી વધારે ગ્રામ્ય ઘરોમાં પાઇપના માધ્યમથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : દેશમાં લૉકડાઉન 5.0 આવશે કે નહીં? આજે નિર્ણય આવી શકે

પીએમ મોદીએ કહ્યુ કે બેંક લોન લેવાની સુવિધા ઉપરાંત માછીમારો માટે અલગથી વિભાગ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે મત્સ્ય ક્ષેત્રને મજબૂત કરવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જે બ્લૂ ઇકૉનોમીને આગળ ધપાવશે. આ જ રીતે વેપારીઓની સમસ્યાના નિરાકરણ માટે વેપારી કલ્યાણ બોર્ડની રચના કરવાનો નિર્ણય કરાયો છે. સ્વંય સહાયતા સમૂહમાંથી લગભગ સાત કરોડ બહેનોને પણ વધારે નાણાકીય સહાયતા આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ સ્વયં સહાયતા સમૂહો માટે ગેરંટી વગરની લોનની મર્યાદા 10 લાખમાંથી વધારીને 20 લાખ કરવામાં આવી છે.
First published: May 30, 2020, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading