નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

News18 Gujarati
Updated: September 28, 2021, 4:44 PM IST
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

navjot singh sidhu resigns- ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ ( (navjot singh sidhu) લગભગ બે મહિના પહેલા જ 23 જુલાઇએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર (Punjab Congress president) સંભાળ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પદેથી રાજીનામું (navjot singh sidhu resigns )આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ ( (navjot singh sidhu) લગભગ બે મહિના પહેલા જ 23 જુલાઇએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર (Punjab Congress president) સંભાળ્યો હતો. આ મુદ્દે પંજાબના (Punjab )પૂર્વ સીએમ કેપ્ટન અમરિદંર સિંહ અને સિદ્ધુ વચ્ચે વિવાદ થયો હતો. અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 18 સપ્ટેમ્બરે અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી ચરણજીત સિંહ ચન્ની કોંગ્રસ વિધાયક દળના નેતા બન્યા હતા અને 20 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી સિદ્ધુનું આ પગલું ઘણું ચોંકાવનારું બતાવવામાં આવી રહ્યું છે.

સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલાવેલા પોતાના રાજીનામાં લખ્યું કે એક આદમીના ચરિત્રનું પતન સમજુતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને ભલાઇ સાથે ક્યારેય સમજુતી કરી શકીશ નહીં. આવામાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.

સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપ્યું


આ પણ વાંચો - ‘ગુલાબ’ વાવાઝોડાની અસર : આ આંધ્ર પ્રદેશની નદી નહીં વિશાખાપટ્ટનમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જુઓ VIDEO

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહે સિદ્ધુના રાજીનામાં પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે મેં તમને કહ્યું હતું...તે સ્થિર વ્યક્તિ નથી અને સરહદી રાજ્ય પંજાબ માટે તે યોગ્ય નથી.

પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા પછી સિદ્ધુએ 2019માં પોતાને સ્થાનિય નિકાય વિભાગમાંથી હટાવ્યા પછી રાજ્ય મંત્રીના પદથી રાજીનામું આપી દીધું હતું. તે 2017ની વિધાનભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા,અમિત શાહને મળશે કેપ્ટન અમરિંદર

બીજી તરફ પંજાબના (Punjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) આજે બપોરે દિલ્હી (Delhi) પહોંચશે. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ તેમનો પહેલો દિલ્હી પ્રવાસ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પ્રવાસ દરમિયાન તેઓ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી શકે છે. બંને નેતાઓની વચ્ચે ખેડૂત આંદોલન (Farmers Protest) અને કૃષિ કાયદાઓ (New Farm Laws) મુદ્દે ચર્ચા થઈ શકે છે.
Published by: Ashish Goyal
First published: September 28, 2021, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading