Navjot Singh Sidhu Road Rage Case : નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં કર્યું સરેન્ડર, 1 વર્ષ રહેવું પડશે જેલમાં
News18 Gujarati Updated: May 20, 2022, 6:37 PM IST
નવજોત સિંહ સિદ્ધુ
શું છે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) નો રોડ રેઝ કેસ (road rage case)? 27 ડિસેમ્બર 1988ના રોજ પટિયાલામાં કાર પાર્કિંગને લઈને નવજોત સિંહ સિદ્ધુની 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. સિદ્ધુએ તેને મુક્કો માર્યો, બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થયું
નવી દિલ્હી. નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ શુક્રવારે પંજાબની પટિયાલા કોર્ટ (patiala court) માં સરેન્ડર કર્યું હતું. રોડ રેજ કેસ (road rage case) માં સુપ્રીમ કોર્ટે (Supreme Court) 19 મેના રોજ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસ 34 વર્ષ જૂનો છે. સિદ્ધુના મીડિયા સલાહકાર સુરિન્દર દલ્લાએ જણાવ્યું કે, નવજોત સિંહે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેમની મેડિકલ તપાસ અને અન્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. 27 ડિસેમ્બર 1988ના રોજ પટિયાલામાં કાર પાર્કિંગને લઈને નવજોત સિંહ સિદ્ધુની 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. સિદ્ધુએ તેને મુક્કો માર્યો, બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થયું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવી છે.
આ પહેલા તેણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે થોડા અઠવાડિયાનો સમય માંગ્યો હતો. સિદ્ધુએ પોતાની ખરાબ તબિયતનો ઉલ્લેખ કર્યો હતો. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશ એનવી રમન પાસેથી અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી, પરંતુ મુખ્ય ન્યાયાધીશે વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો -
કરૂણ ઘટના : નવી કાર લઈ 3 સગા ભાઈ સહિત પાંચ યુવકોના ફરવા નીકળ્યા, અકસ્માતમાં તમામના મોત શું છે 34 વર્ષ જૂનો રોડ રેજ કેસ?
27 ડિસેમ્બર 1988ના રોજ પટિયાલામાં કાર પાર્કિંગને લઈને નવજોત સિંહ સિદ્ધુની 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. સિદ્ધુએ તેને મુક્કો માર્યો, બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થયું. સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે સિદ્ધુને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. પીડિત પક્ષ તેની વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ગયો હતો. 2006માં હાઈકોર્ટે નવજોત સિદ્ધુને 3 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે 15 મે, 2018 ના રોજ તેના આદેશમાં, તેને 1,000 રૂપિયાના દંડ પર મુક્ત કર્યો. આ પછી રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ સજા સંભળાવી છે.
Published by:
kiran mehta
First published:
May 20, 2022, 6:34 PM IST