કોરોના પછી હવે આ દેશના બજારમાં ફેલાઇ રહસ્યમયી બીમારી, અત્યાર સુધીમાં 7 લોકોના મોત

News18 Gujarati
Updated: October 22, 2021, 5:27 PM IST
કોરોના પછી હવે આ દેશના બજારમાં ફેલાઇ રહસ્યમયી બીમારી, અત્યાર સુધીમાં 7 લોકોના મોત
લોકોને સી ફૂડને (Seafood)લઇને ચેતવણી આપવામાં આવી રહી છે (AP)

ગુરુવારે તેમાં 9 કેસ આવ્યા પછી અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 88 થઇ ગઈ છે

  • Share this:
બીજિંગ : હાલ દુનિયા કોરોના વાયરસ (Coronavirus)સામે ઝઝુમી રહી છે આ વચ્ચે હોંગકોંગમાં (hong kong)એક રહસ્યમયી બીમારીએ 7 લોકોના જીવ લીધા છે. વિશેષજ્ઞો તેને બેક્ટીરિયલ ઇન્ફેક્શન (Outbreak of Bacterial Infection)ગણાવી રહ્યા છે. લોકોને સી ફૂડને (Seafood)લઇને ચેતવણી આપવામાં આવી રહી છે. હોંગકોંગના વેટ માર્કેટ્સે કહ્યું કે તેમને ત્યાં ફ્રેશ વોટર ફિશ એટલે કે માછલી સાથે (wet markets)જોડાયેલ બેક્ટેરિયલ સંક્રમણ જોવા મળ્યું છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. રિપોર્ટ પ્રમાણે સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શને (સીએચપી) ગુરુવારે પૃષ્ટી કરી છે કે તેણે બેક્ટેરીયાના એક જ ST283 સ્ટ્રેનથી સંક્રમિક 32 લોકોના સમૂહની ઓળખ કરી છે.

લગભગ 79 કેસમાં ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરીયા સંક્રમણની ખબર પડ્યા પછી મેડિકલ એક્સપર્ટ્સે લોકોને સી ફૂડ ના ખાવાની સલાહ આપી છે. આ બધા કેસ સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે આવ્યા છે. સીએચપીના મતે ગુરુવારે તેમાં 9 કેસ આવ્યા પછી અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 88 થઇ ગઈ છે.

આ પણ વાંચો - કરૂણ ઘટના! IIT વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા ચિઠ્ઠીમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની

હોંગકોંગ ચેમ્બર ઓફ સી ફૂડ મર્ચેટના ચેરમેન લી ચોઇ વાહે જણાવ્યું કે નવી રહસ્યમયી બીમારી પછી બિઝનેસ ઠપ થઇ જશે. તેમણે દુકાનદારો અને ગ્રાહકોને ફિશ ખરીદવા-વેચવા દરમિયાન સતર્કતા રાખવા કહ્યું છે. અત્યાર સુધી રિપોર્ટ પ્રમાણે આ બીમારીનો સંબંધ ગ્રાસ કાર્પ બિગહેડ કાર્પ અને સ્નેકહેડ માછલી સાથે જોડાયેલો રહ્યો છે.

ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરીયા મોટાભાગે મૂત્ર અને પ્રજનના ભાગમાં જોવા મળે છે. સામાન્ય રીતે પરેશાન કરતા નથી અને તેના કોઇ લક્ષણ પણ જોવા મળતા નથી. જોકે તેમાં લોહી, ફેફસા, મગજ કે કરોડરજ્જુની હાડકાને કવર કરવાવાળી સુરક્ષાત્મક ઝીલ્લીઓમાં સંક્રમણ થવાનો ખતરો વધારી શકે છે.

આ પણ વાંચો - દાઢીવાળી મહિલાની બોલ્ડ તસવીરોના પુરુષો દિવાના, સોશિયલ મીડિયા પર છે લાખો ફોલોઅર્સબ્રિટન બાદ રશિયામાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રવેશ

રશિયામાં કોવિડ-19 ડેલ્ટા વેરિયન્ટ (Covid-19 Delta Variant)ના સબવેરિયન્ટથી જોડાયેલા કેટલાય કેસ સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, આ વેરિયન્ટ પહેલા કરતાં વધુ ચેપી અને ઘાતક સાબિત થઈ શકે છે. કામિલ ખાફિજોફ નામના એક રિસર્ચરે કહ્યું કે, AY.4.4નો સબવેરિયન્ટ આશરે 10 ટકા વધુ ઘાતક છે જેને લીધે રશિયામાં રેકોર્ડ કેસ અને મૃત્યુ નોંધાઈ રહ્યા છે. જોકે, તેમણે એવું પણ જણાવ્યું કે તેના ફેલાવાની ગતિ હાલ ધીમી છે. તેમણે કહ્યું વાયરસના આ વેરિયન્ટ વિરુદ્ધ વેક્સીન અસરકારક છે એ એટલું અલગ નથી કે એન્ટીબોડીની ક્ષમતાને નાટકીય રૂપે બદલી નાખે છે.
Published by: Ashish Goyal
First published: October 22, 2021, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading