શરમજનક ઘટના: પ્રેમલગ્નના બીજા દિવસે પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો


Updated: April 15, 2022, 12:34 AM IST
શરમજનક ઘટના: પ્રેમલગ્નના બીજા દિવસે પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો
આરોપીઓની તસવીર

Madhya Pradesh Crime News: પતિએ પોતાના મિત્રોને ખુશ કરવા માટે આવું શરમજનક પગલું ભર્યું હતું. આ બનાવમાં પીડિતની ફરિયાદ (complaint) પરથી પોલીસે પતિ સહિત બંને આરોપીઓ સામે ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યા હતા.

  • Share this:
ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોર (Indor) જિલ્લાના આઝાદનગરમાં ખૂબ જ શરમજનક ઘટના (Crime) સામે આવી છે. એક પતિએ તેના મિત્રો સાથે મળી પત્ની પર ગેંગરેપ (Gang rape) કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના તેમના પ્રેમ લગ્ન બીજા દિવસે (love marriage) બની હતી. પતિએ પોતાના મિત્રોને ખુશ કરવા માટે આવું શરમજનક પગલું ભર્યું હતું. આ બનાવમાં પીડિતની ફરિયાદ પરથી પોલીસે પતિ સહિત બંને આરોપીઓ સામે ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યા હતા.

આઝાદ નગર પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. પીડિતા વિદિશાના શમશાબાદની રહેવાસી છે. તેણે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છોટેલાલ મીણા મને લગ્ન માટે છેતરતો હતો. 9 એપ્રિલના રોજ તે મને લગ્ન કરવાના નામે ઈન્દોર લઈ આવ્યો હતો. લગ્નના બે દિવસ બાદ તેના મિત્રો આનંદ મીણા અને દિપક મીણા પણ ઘરે આવ્યા હતા. ત્યારે પતિ છોટેલાલે જણાવ્યું હતું કે, આ મિત્રોએ લગ્નમાં ખૂબ જ મહેનત કરી છે. તો એકવાર તેમને પણ ખુશ કરી દે.

પોલીસને કહી આપવીતી

પીડીતાએ પોલીસને જણાવ્યું કે, મિત્રો સાથે સુવાની વાત સાંભળીને તેના હોશ ઉડી ગયા હતા. તેને સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે. આ પછી આનંદ મીણા અને દીપક મીણાએ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ મેં ઘરે જવાની વાત કરી તો ત્રણેય જણાએ જો હું કોઈને કંઈ કહીશ તો ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

વધુ વિગતો મુજબ પીડિતા અને છોટેલાલ વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. બંનેએ ઇન્દોર આઝાદ નગર આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. છોટેલાલ અને દીપક તેમના પિતા સાથે ખેડૂત તરીકે કામ કરે છે. આનંદ બીકોમ સેકન્ડ યરનો વિદ્યાર્થી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ એક જ પરિવારની મહિલાઓને વિકૃત યુવકે અશ્લિલ મેસેજ કરવા સાથે video callમાં કરી ગંદી હરકત!પરિવારે નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડીતાએ ઘર છોડ્યા બાદ તેના પરિવારના સભ્યોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન તે ઈન્દોરમાં હોવાની જાણ થતાં જ પરિવારના લોકો અહીંની પોલીસ પાસે આવ્યા અને બધાએ તેને શોધવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-Surat Crime: પ્રેમીનું કારસ્તાન, પ્રેમિકાએ સંબંધ તોડી નાંખતા પ્રેમીએ હાથમાં બ્લેડ મારી લોહીલુહાણ ફોટા મોકલ્યા

આ પછી જ પીડિતાએ પોલીસને આખી વાત જણાવી હતી. આરોપીએ પહેલા થોડા દિવસ પ્રેમમાં હોવાનો ઢોંગ કર્યો, પછી લગ્નના નામે શરમજનક કૃત્ય કર્યું હતું.
Published by: ankit patel
First published: April 15, 2022, 12:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading