હવે મૃત્યુ પહેલા જ જાણી લો મોતની તારીખ! માર્કેટમાં આવ્યું મોતની ભવિષ્યવાણી કરતું કેલ્ક્યુલેટર

News18 Gujarati
Updated: July 6, 2021, 10:12 AM IST
હવે મૃત્યુ પહેલા જ જાણી લો મોતની તારીખ! માર્કેટમાં આવ્યું મોતની ભવિષ્યવાણી કરતું કેલ્ક્યુલેટર
પ્રતીકાત્મક તસવીર

Calculator that predicts death: આ ડિવાઇસની તૈયારી 2013ના વર્ષથી ચાલી રહી હતી. ત્યારથી 2017 વચ્ચે આશરે પાંચ લાખ લોકોની મેડિકલ સ્થિતિ તેમજ હાલતની વિગત આ ડિવાઇસમાં ફીડ કરવામાં આવી છે.

  • Share this:
લંડન: જેનો જન્મ થયો છે તેનું મોત નિશ્ચિત છે. એક દિવસ બધાએ જવાનું જ છે. પરંતુ કયો દિવસ તમારી જિંદગીનો અંતિમ દિવસ હશે (Know Your Death Date) તે કોઈ નથી કહી શકતું. જોકે, આગામી સમયમાં આ વાત ખોટી સાબિત થઈ શકે છે. સંશોધકોએ એક એવું મશીન (Death Prediction Machine) બનાવ્યાનો દાવો કર્યો છે જે એવું જણાવી દેશે કે વ્યક્તિનું મોત કઈ તારીખે થશે. આથી વ્યક્તિ પાસે પોતાની બાકીની જિંદગી સારી રીતે જીવવાનો વિકલ્પ રહેશે.

માર્કેટમાં મોતની તારીખ જણાવતું એક કેલ્ક્યુલેટર લૉંચ કરવામાં આવ્યું છે. આ કેલ્ક્યુલેટરનું નામ છે Risk Evaluation for Support: Predictions for Elder-Life in the Community Tool (RESPECT). જેમાં દુનિયાના વૃદ્ધોનો ડેટા ફીડ કરવામાં આવ્યો છે. જેનાથી તેમની જિંદગીની સરેરાશ ઉંમર કાઢીને તેના મોતની તારીખની ગણતરી કરવામાં આવે છે. આ ડિવાઇઝ આગામી ચાર અઠવાડિયામાં થનારા મોતનું પણ અનુમાન લગાવી શકે છે.

આવી રીતે ડેટા ફીડ કરાયો

આ ડિવાઇસની તૈયારી 2013ના વર્ષથી ચાલી રહી હતી. ત્યારથી 2017 વચ્ચે આશરે પાંચ લાખ લોકોની મેડિકલ સ્થિતિ તેમજ હાલતની વિગત આ ડિવાઇસમાં ફીડ કરવામાં આવી છે. આ એવા લોકો હતા જેમનું આગામી પાંચ વર્ષમાં મોત થવાની સંભાવના હતી. આ જ આધારે સંશોધકોએ આગામી તૈયારી પર કામ શરૂ કર્યું હતું. લોકોએ પોતાના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપી હતી. જેમાં તેમણે કમજોરી અને સ્ટ્રોકની માહિતી પણ આપી હતી. એના આધારે નક્કી કરવામાં આવ્યું કે તે વ્યક્તિ હવે આગામી કેટલા વર્ષ સુધી જીવશે.

આ પણ વાંચો: સુરત: શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર રૂપિયા પોલીસે ગણતરીની કલાકોમાં પરત અપાવ્યા

મોતના લક્ષણસંશોધકોને માલુમ પડ્યું કે, બીમાર થયા બાદ વ્યક્તિ ઘટી ગયેલી શારીરિક ક્ષમતા સાથે તેના મોતનો સંબંધ છે. જો અચાનક બોડીમાં સોજો આવી રહ્યો છે, વજન ઓછું થઈ રહ્યું છે, ભૂખ નથી લાગી રહી તો આ તમામ મોતના નિશાન છે. તેનું આગામી મહિને જ મોતની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ વખત ઇઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી: એક એકર જમીનમાં 500થી 800 ટન ઉત્પાદન- જાણો વિગતઆ ડીવાઇસ અંગે કેનેડા અને ઓટાવા યુનિવર્સિટી અને Bruy re Research Instituteના ઇન્વેસ્ટિગેટર ડૉક્ટર એમી હસુએ જણાવ્યું કે, જો લોકો જાણી લેશે કે તેનું મોત ક્યારે થશે તો તે પોતાના પરિવાર સાથે અંતિમ સમય ખૂબ સારી રીતે વિતાવશે. તેઓ રજા પર જશે અને પોતાની જિંદગીનો આનંદ ઉઠાવશે. આ સંશોધન કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં છપાયું છે.
Published by: Vinod Zankhaliya
First published: July 6, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading