ક્યારેય આવી ભુલ ન કરતા! મહિલાને WhatsApp ઉપર કરેલી નાની ભુલ ત્રણ લાખ રૂપિયામાં પડી

News18 Gujarati
Updated: August 28, 2021, 6:01 PM IST
ક્યારેય આવી ભુલ ન કરતા! મહિલાને WhatsApp ઉપર કરેલી નાની ભુલ ત્રણ લાખ રૂપિયામાં પડી
મહિલાની પ્રતિકાત્મક તસવીર

whats app fruad in mumbai:ફરિયાદીએ જણાવ્યું હતું કે, વોટ્સ એપ (whats app) ઉપર એક લિંક મળી હતી. જ્યાં એક પ્રમુખ ઓનલાઈન શોપિંગ પોર્ટલના (Online shopping portal) નામ ઉપર કેટલાક કાર્યોને પુરા કરવાથી તેને ઈનામ આપવાનો વાયદો કર્યો હતો.

  • Share this:
cyber crime news: અત્યારના સમયમાં ઓનલાઈનનું ચલણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સાયબર માફિયા (cyber maffia) પણ લોકોના રૂપિયા પડાવવા માટે તૈયાર જ બેઠા હોય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિની એક નાની ભુલ મોટી સાબિત થઈ શકે છે. સાયબર ક્રાઈમની ઘટનાનો (cyber crime case in mumbai) ભોગ બની શકાય છે. આવી જ એક ઘટના મુંબઈમાં રહેતી ઈન્ટીરિયર ડિઝાઈનર મહિલા (Interior Designer Women) સાથે ઘટી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 27 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમનો ભોગ બની હતી. કથિત રીતે 3 લાખ રૂપિયાથી વધારેનો ચુનો લાગ્યો હતો. આ છેતરપિંડીમાં મહિલાને (cyber fraud with woman) એક પ્રમુખ ઓનલાઈન શોપિંગ પોર્ટલ (online shopping portal) ઉપર ઈનામ આપવાનો વાયદો કર્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાંદિવલીમાં રહેનારી ઈન્ટીરિયર ડિઝાઈનર મહિલાએ ગત સપ્તાહે છેતરપિંડીની ફરિયાદ ચારકોપ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, વોટ્સએપ ઉપર એક લિંક મળી હતી. જ્યાં એક પ્રમુખ ઓનલાઈન શોપિંગ પોર્ટલના નામ ઉપર કેટલાક કાર્યોને પુરા કરવાથી તેને ઈનામ આપવાનો વાયદો કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે લિંક ઉપર ક્લિક કર્યા બાદ એક યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવા કહ્યું હતું. ત્યારબાદ ઈનામ તરીકે 64 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેને રિચાર્જનો એક વધુ એક કામ કરવાનું કહ્યું હતું. જે માટે ફરીથી ઈનામ મળશે.

ફરિયાદીને વધારે ઈનામ મેળવવા માટે વધારે રૂપિયા જમા કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અને આવું કર્યું પણ ખરા. ત્યારબાદ મહિલાએ વધુ એક અસાઈમેન્ટ પુરું કરવા માટે 3.11 લાખ રૂપિયા જમા કરાવ્યા પરંતુ બદલવામાં કંઈ મળ્યું નથી. અધિકારી પ્રમાણે પોલીસે અજ્ઞાત વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 420 અને આઈટી અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

ક્યારેય ન કરો આવી ભુલ!પોલીસે જણાવ્યું કે લોકો છાસવારે છેતરપિંડીનો શિકાર બની જાય છે. પરંતુ અધિકારીએ જણાવ્યું કે તમારા ફોન કે લેપટોપમાં કોઈપણ પ્રકારની ક્લિક ન કરો જે મફતમાં ઈનામના પૈસા આપવાની લાલચ આપે છે.

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! 45 વર્ષીય વિધવા શિક્ષિકાની દર્દભરી કહાની, 33 વર્ષીય યુવકે જિંદગી કરી નાખી નરક

આ પણ વાંચોઃ-રાધનપુરઃ ખિસ્સામાં જ મોબાઈલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ live mobile blast video

આવી લિંકો મોટા ભાગે સાયબર માફિયાઓ દ્વારા લોકોને મોકલવામાં આવે છે. જ્યાં લોકો પોતાના જીવનની કમાણી ખોઈ દે છે. આવી સ્થિતિમાં અમે સલાહ આપીએ છીએ કે ફેસબુક અથવા કોઈપણ સોશિયલ મીડિયા ઉપર આવેલી લિંક ઉપર ક્લિક ન કરો અને કોઈપણ પ્રકારની લાલચમાં ન આવવું.
Published by: ankit patel
First published: August 28, 2021, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading