ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ: ચાઈનીઝ મિલિટરીમાં પાક.ના સૈન્ય અધિકારીઓ તૈનાત કરાયા, ભારતની ચાંપતી નજર


Updated: October 1, 2021, 8:44 PM IST
ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ: ચાઈનીઝ મિલિટરીમાં પાક.ના સૈન્ય અધિકારીઓ તૈનાત કરાયા, ભારતની ચાંપતી નજર
ચાઈનીઝ મિલિટરીમાં પાક.ના સૈન્ય અધિકારીઓ તૈનાત કરાયા

ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મુજબ પાકિસ્તાનના લાયઝન અધિકારીઓને ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ અને સધર્ન થિયેટર કમાન્ડના હેડક્વાર્ટરમાં મૂકવામાં આવ્યા છે.

  • Share this:
પાકિસ્તાન અને ચીન (Pakistan and china) સાથે મળી ભારત સામે મોટું ષડયંત્ર રચી રહ્યા હોવાનું તાજેતરમાં મળેલા અહેવાલો પરથી ફલિત થાય છે. બંને દેશો વચ્ચે ઇન્ટેલિજન્સ વહેંચણીની વ્યવસ્થાના ભાગરૂપે ચીનની પીપલ લિબરેશન આર્મી (PLA)ના ફોર્મેશન હેડક્વાર્ટરમાં પાકિસ્તાન આર્મીના અધિકારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા હોવાનું ઇન્ટેલિજન્સ ઇનપુટ્સમાં સૂચવવામાં આવ્યું છે.

ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મુજબ પાકિસ્તાનના લાયઝન અધિકારીઓને ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ અને સધર્ન થિયેટર કમાન્ડના હેડક્વાર્ટરમાં મૂકવામાં આવ્યા છે. PLAના મહત્વના વેસ્ટર્ન કમાન્ડ પર શિનજિયાંગ, તિબેટ ઓટોનોમસ ક્ષેત્ર અને ભારત સાથેની દેશની સરહદોનું ધ્યાન રાખવાની જવાબદારી છે. ગયા મહિને ચીને જનરલ વાંગ હલજિયાંગને વેસ્ટર્ન થિયેટર કમાન્ડના નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા હતા

સરકારી સૂત્રોએ News18.com જણાવ્યું છે કે, LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં પૂર્વીય લદ્દાખ વિસ્તારમાં આ કમાન્ડમાંથી મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, PLAનો સધર્ન થિયેટર કમાન્ડ હોંગકોંગ, મકાઉના વિશેષ વહીવટી પ્રદેશોની દેખરેખ રાખે છે. ચીનના સશસ્ત્ર દળોના યુદ્ધ પ્લાનિંગ, તાલીમ અને વ્યૂહરચના માટે મહત્વના ગણાતા સેન્ટ્રલ મિલિટરી કમિશનના જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટમાં પાક. સૈન્યના કર્નલ રેન્કના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હોવાનું પણ તાજેતરના ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ સૂચવે છે.

ઇનપુટ્સ અનુસાર બેઇજિંગમાં પાકિસ્તાન દૂતાવાસમાં પાકિસ્તાન આર્મીના લગભગ 10 વધુ અધિકારીઓ પણ અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે તૈનાત છે. સિક્યુરિટી સોર્સના જણાવ્યા અનુસાર PLAમાં પાક. સૈન્ય અધિકારીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

ચીન અને પાકિસ્તાનના સૈન્ય સહકાર બાબતે 2016માં પાકિસ્તાનના ડોનમાં અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) અને તે કામમાં સામેલ લોકોની સુરક્ષા માટે પાકિસ્તાને પોતાના અર્ધલશ્કરી દળોના 9,000 સૈનિકો અને 6,000 જવાનોના ખાસ સુરક્ષા વિભાગની સ્થાપના કરી હોવાનું જણાવાયું હતું.ત્યારબાદ 2019માં પાકિસ્તાન આર્મીએ આ પ્રોજેક્ટને પાકિસ્તાન અને ચીન વચ્ચેની મિત્રતાની સાક્ષી તરીકે ગણાવી કહ્યું હતું કે, પાક. સેના ચીનના નાગરિકો અને CPEC પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે ખાસ સૈનિકોની ડીવીઝનલ તાકાત વધારશે.

ચીનમાં પાકિસ્તાન આર્મીના અધિકારીઓને તૈનાતી બાબતે News18.comને વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત આ ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પાક. સેના દ્વારા CPEC અને ચીનના નાગરિકોને આપવામાં આવતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની લાયઝન અધિકારીઓ પોસ્ટ કરવાથી બંને દેશો વચ્ચે ઉભા થઈ શકે તેવા મુદ્દાઓને હટાવવામાં મદદ મળશે.
Published by: kiran mehta
First published: October 1, 2021, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading