મળો પાકિસ્તાનની પહેલી કિન્નર ન્યૂઝ એન્કરને, પહેલા હતી મોડલ

News18 Gujarati
Updated: March 27, 2018, 3:18 PM IST
મળો પાકિસ્તાનની પહેલી કિન્નર ન્યૂઝ એન્કરને, પહેલા હતી મોડલ

  • Share this:
પાકિસ્તાનના સ્થાનિક ટીવી ચેનલ કોહેનૂરે પોતાની ન્યૂઝ એન્કરોની ટીમમાં એક કિન્નર મારવીઆ મલિકને સ્થાન આપ્યું છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર કોહેનૂર ન્યૂઝ ચેનલના આ પગલાની ઘણી પ્રસંશા થઈ રહી છે. પાકિસ્તાનની અત્યારની વસ્તીમાં કિન્નરોની કુલ જનસંખ્યા 10418 છે.

કોણ છે મારવીઆ મલિક
એન્કર બનનાર મારવીઆ મલિક લાહોરની વતની છે. મારવીઆ મલિકે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તે આગળ પણ અભ્યાસ કરવા માંગે છે. તે પાકિસ્તાનની પહેલી કિન્નર ન્યૂઝ એન્કર છે પરંતુ તે શો બિઝનેસમાં નવી નથી. આ પહેલા તે મોડેલિંગ પણ કરી ચુકી છે. તેણે સીએનએન સાથે વાત કરતાં જણાવ્યું કે, હું આ જોબ માટે એપ્લાઈ કરવા એટલે માંગું છું કે લોકોને જણાવી શકું કે કોઈપણ જોબ માટે ટ્રાન્સજેન્ડર સક્ષમ છે. જે પણ તે કરવા માંગે છે તે બધું જ તે કરી શકે છે. અમે માત્ર દેશને બતાવવા માંગીએ છીએ કે અમે માત્ર મજાકનું પાત્ર નથી, અમે પણ માણસ છીએ.

તેણે કહ્યું આ ઈન્ટરવ્યૂમાં ઘણાં બધાં સારા છોકરા-છકરીઓ આવ્યાં હતાં, પરંતુ છેલ્લે જ્યારે મારી પસંદગી થઈ ત્યારે હું ઘણી ખુશ હતી. પહેલા મેં ટ્રેનિંગ લીધી આ દરમિયાન મેં કોઈ ભેદભાવ જોયો નથી.આ રીતે પાકિસ્તાનમાં એક ટ્રાન્સજેન્ડરને લોકપ્રિયતા મળવી આશ્ચર્ય કરનારૂં છે. મલિકે પોતાની કોમ્યુનિટી માટે એક ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: March 27, 2018, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading