Petrol Prices Hike: 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલ 6.40 રૂપિયા મોંઘુ થયુ, છતાં અહીં વેચાઇ રહ્યું છે સસ્તું
News18 Gujarati Updated: March 31, 2022, 6:19 PM IST
છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
યુપીમાં પેટ્રોલની કિંમત 101 રૂપિયાથી લઈને 103 રૂપિયા પ્રતિ લીટર સુધી છે. આખરે એક જ રાજ્યમાં લિટરે બે રૂપિયાનો તફાવત શા માટે? આવો પહેલા જાણીએ કે કયા શહેરમાં મોંઘુ અને કયા શહેરમાં સસ્તુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે.
છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel Price March 31)માં રૂ.6થી વધુનો વધારો થયો છે. જે રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે, તેવું જ થઈ રહ્યું છે. યુપીમાં છેલ્લા બે દિવસમાં અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે.
જો કે યુપીમાં એવા ઘણા શહેરો છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્યના અન્ય શહેરો કરતા ઓછા છે. રાજ્યના એક છેડાથી બીજા છેડા સુધીના શહેરો વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા સુધીનો તફાવત છે. ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે યુપીના કયા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ અન્ય શહેરો કરતા સસ્તું છે.
ઝાંસીમાં પેટ્રોલ સૌથી સસ્તું મળી રહ્યું છેયુપીમાં પેટ્રોલની કિંમત 101 રૂપિયાથી લઈને 103 રૂપિયા પ્રતિ લીટર સુધી છે. આખરે એક જ રાજ્યમાં લિટરે બે રૂપિયાનો તફાવત શા માટે? આવો પહેલા જાણીએ કે કયા શહેરમાં મોંઘુ અને કયા શહેરમાં સસ્તુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. ઝાંસી એક એવો જિલ્લો છે જ્યાં પેટ્રોલની કિંમત 101.33 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે બીજા નંબર પર દેવરિયા છે જ્યાં પેટ્રોલની કિંમત 101. 42 રૂપિયા પ્રતિ લિટર છે. ત્યાં જ હાપુડ ત્રીજા નંબર પર છે જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 101.46 પૈસા છે.
આ શહેરોમાં મોંઘુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે
હવે વાત કરીએ યુપીના એ શહેરની જ્યાં સૌથી મોંઘુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. સુલતાનપુર એક એવું શહેર છે, જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 103.77 રૂપિયા છે. બીજા નંબર પર આંબેડકર નગર છે જ્યાં પેટ્રોલની કિંમત 103.46 રૂપિયા છે. જ્યારે ત્રીજા નંબર પર બલિયા છે જ્યાં એક લીટર પેટ્રોલ 103.14 રૂપિયામાં મળે છે. ત્યાં જ આ જિલ્લાઓમાં ડીઝલના દરમાં સમાન તફાવત છે.
આ પણ વાંચો- મુસ્લિમ યુવાનોમાં ઝેર ભરતો હતો ઝાકિર નાઇક, સરકારે તેની સંસ્થા IRF પર લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ
ખરેખરમાં કોઈપણ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત એકસરખી હોતી નથી. વિસ્તાર પ્રમાણે એક જ જિલ્લામાં કેટલાક પૈસાનો તફાવત હોઈ શકે છે. આ ભાવ ડેપોથી પેટ્રોલ પંપના અંતરના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પેટ્રોલિયમ ડેપોથી જેટલું અંતર વધારે છે તેટલા જ પ્રમાણમાં ભાવ રાખવામાં આવે છે. આ કારણોસર એક જિલ્લામાં પણ, તમામ પેટ્રોલ પંપ પર ભાવ એકસરખા નથી.
Published by:
rakesh parmar
First published:
March 31, 2022, 6:17 PM IST