વારાણસીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું- આવનાર દિવસોમાં સ્વદેશી પેટ્રોલ પણ તૈયાર થશે

News18 Gujarati
Updated: February 20, 2021, 5:29 PM IST
વારાણસીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું- આવનાર દિવસોમાં સ્વદેશી પેટ્રોલ પણ તૈયાર થશે
વારાણસીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું- આવનાર દિવસોમાં સ્વદેશી પેટ્રોલ પણ તૈયાર થશે

કોરોના વેક્સીનેશન લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે વિશ્વ આજે ભારત તરફથી આશા ભરેલી નજરોથી જોઈ રહ્યું છે. મે અને જૂન સુધી બીજી ચાર વેક્સીન આવવાની સંભાવના છે

  • Share this:
વારાણસી : કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ (Ashwini Choubey)કહ્યું કે પેટ્રોલની કિંમત (Petrol price)વૈશ્વિક બજારમાં નક્કી થાય છે. અરબની ખાડીમાં વૈકલ્પિક પેટ્રોલ તૈયાર થઈ રહ્યું છે અને આવનાર દિવસોમાં સ્વદેશી પેટ્રોલ પણ તૈયાર થશે. આ વાત તેમણે વારાણસીમાં કહી હતી. તે વારાણસીમાં વેક્સીનેશનની પ્રગતિ સમીક્ષા બેઠક કરવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ મીડિયાના સવાલોના જવાબો આપી રહ્યા હતા. આ ક્રમમાં પેટ્રોલને લઈને કરેલા રાહુલ ગાંધીના (Rahul Gandhi) ટ્વિટ પર તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવનાર દિવસોમાં સ્વદેશી પેટ્રોલ પણ તૈયાર થશે.

કોરોના વેક્સીનેશન લઈને તેમણે કહ્યું કે વિશ્વ આજે ભારત તરફથી આશા ભરેલી નજરોથી જોઈ રહ્યું છે. મે અને જૂન સુધી બીજી ચાર વેક્સીન આવવાની સંભાવના છે. જે પછી ભારતમાં વેક્સીનની કમી રહેશે નહીં અને આવનાર દિવસોમાં કોરોના મુક્ત ભારત કેવી રીતે બને તેના પર ઝડપથી કામ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો - યુવતીએ તોડ્યો લોકડાઉનનો નિયમ, પોલીસકર્મીએ દંડના બદલે Kiss કરીને જવા દીધી, Video વાયરલ

વિપક્ષ ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યો છે

કિસાન આંદોલન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજનીતિક ષડયંત્ર અંતર્ગત વિપક્ષી પાર્ટીઓ તરફથી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કારણ કે યૂપીએ સરકારમાં આ બિલ શરદ પવાર તરફથી લાવવામાં આવ્યું છે. વિપક્ષ ખેડૂતોનું દુશ્મન છે. તે ફક્ત પોતાના ઘર પરિવારના લોકોને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા.
બંગાળમાં તૃણમૂલનું તાંડવ

પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારા પર મચેલા ઘમાસાન પર કહ્યું કે જય શ્રીરામના નારા વગર મમતા બેનરજીનું કલ્યાણ નહીં થાય અને હવે તો રામે પણ તેમને ફટકાર લગાવી દીધી છે. મમતા બેનરજીના ભત્રીજા તરફથી કોર્ટમાં બોલાવવા પર કહ્યું કે ટીએમસી બંગાળમાં તાંડવ કરી રહી છે.
Published by: Ashish Goyal
First published: February 20, 2021, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading