LIVE NOW

PM Modi Speech Highlights: કોરોના વાયરસ પર PM મોદીએ કહ્યું - જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં

આજે દેશમાં રિકવરી રેટ સારો છે, Fatality Rate ઓછો છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની સરખામણીમાં ભારત પોતાના વધારેમાં વધારે નાગરિકોના જીવન બચાવવામાં સફળ રહ્યા છીએ. કોવિડ મહામારી સામેની લડાઇમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક મોટી તાકાત રહી છે : PM નરેન્દ્ર મોદી

gujarati.news18.com | October 20, 2020, 7:11 PM IST
facebook Twitter Linkedin
Last Updated October 20, 2020
auto-refresh

Highlights

Load More
નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.  કોરોના વાયરસ પર PM મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે  કોરોના સામેની લડાઇમાં જનતા ફર્ફ્યુંથી લઈને આજ સુધી આપણે ભારતવાસીઓએ ઘણી લાંબી સફર તય કરી છે. એ ભૂલવું જોઈએ નહીં કે લૉકડાઉન ભલે ચાલ્યું ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયોના પ્રયત્નથી ભારત આજે જે સંભલી સ્થિતિમાં છે આપણે તેને બગડવા દેવાની નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સમય સાથે આર્થિક ગતિવિધિઓ પણ ઝડપથી વધી રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાની જવાબદારી નિભાવવા માટે ફરીથી જીવનને ગતિ આપવા માટે રોજ ઘરમાંથી બહાર નીકળી રહ્યા છીએ. તહેવારોના આ મોસમમાં પણ રોનક ધીરે-ધીરે પાછી રહી છે. આજે દેશમાં રિકવરી રેટ સારો છે, Fatality Rate ઓછો છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની સરખામણીમાં ભારત પોતાના વધારેમાં વધારે નાગરિકોના જીવન બચાવવામાં સફળ રહ્યા છીએ. કોવિડ મહામારી સામેની લડાઇમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક મોટી તાકાત રહી છે :

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાની વેક્સીન ના આવી જાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે પોતાની લડાઇને નબળી પડવા દેવાની નથી. માનવતા માટે આખી દુનિયા કામ કરી છે. ભારતમાં પણ કોરોનાની નવી વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. કોરોનાની વેક્સીન જ્યારે પણ આવશે. એક-એક નાગરિક સુધી વેક્સીન પહોંચાડવા માટે કામ થઈ રહ્યું છે

આ પહેલા વડાપ્રધાન મોદી  અત્યાર સુધીમાં અનેકવાર રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે.  જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળની વચ્ચે અનેક વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાને દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીનના ટ્રાયલ પર બેઠક કરી હતી.
corona virus btn
corona virus btn
Loading