રૉયલ યુનિવર્સિટીમાં PM મોદીએ કહ્યુ- એક દિવસ ભૂતાનના વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે

News18 Gujarati
Updated: August 18, 2019, 2:58 PM IST
રૉયલ યુનિવર્સિટીમાં PM મોદીએ કહ્યુ- એક દિવસ ભૂતાનના વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે
વડાપ્રધાન મોદીએ રૉયલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને કહ્યું કે તેઓ પરીક્ષાને કારણે તણાવમાં બિલકુલ ન આવે

વડાપ્રધાન મોદીએ રૉયલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને કહ્યું કે તેઓ પરીક્ષાને કારણે તણાવમાં બિલકુલ ન આવે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂતાન પ્રવાસ પર છે. રવિવારે વડાપ્રધાન મોદીએ રૉયલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સને સંબોધિત કરતાં કહ્યું કે, એ ખુશીની વાત છે કે ભૂતાન પોતાના નાના ઉપગ્રહને ડિઝાઈન કરવા અને લોન્ચ કરવા માટે યુવા ભૂતાની વૈજ્ઞાનિક ભારતની યાત્રા કરશે. મને આશા છે કે એક દિવસે આપ પૈકી કોઈ વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ઇનોવેટર્સ બનશે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આશા રાખું છું કે ભૂતાનના વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રશહના થિમ્પુ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ અને પોતાના અંતરિક્ષ સહયોગનો વિસ્તાર કર્યો. ઉપગ્રહોના માધ્યમથી ટેલી મેડિસિનનો લાભ, ઉત્તમ શિક્ષણ, હવામાન આગાહી, પ્રાકૃતિક હોનારતની ચેતવણી વગેરે સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો, 15 ઓગસ્ટે મળ્યો 'બેસ્ટ કોન્સ્ટેબલ'નો એવોર્ડ, એક દિવસ બાદ લાંચ લેતા ઝડપાયોપીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનોનું સાક્ષી બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં માળખાકિય નિર્માણની ઝડપ બે ગણી થઈ ગઈ છે. તેઓએ કહ્યું કે ભારત અને ભૂતાનની સંયુક્ત સંસ્કૃતિ છે. આજના સમયમાં તકો ઓછી નથી. ભારત અને ભૂતાનના લોકોમાં જોરદાર જોડાવ છે. પીએમ મોદીએ કહ્યું કે ગરીબી દૂર કરવા માટે ભારતમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો, દ. કોરિયામાં પાક સમર્થકોના ભારત વિરોધી નારા, આ રીતે મળ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાને રૉયલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને કહ્યું કે તેઓ પરીક્ષાને કારણે તણાવમાં બિલકુલ ન આવે. પીએમ મોદીએ પોતાના લખેલા પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ'ની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, આ પુસ્તક બુદ્ધની શિક્ષાથી પ્રેરિત થઈને લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુવા અને આધ્યાત્મિકતા આપણી તાકાત છે.

આ પણ વાંચો, વેટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યુ તો ગ્રાહકે બંદૂક કાઢી મારી દીધી ગોળી
Published by: Mrunal Bhojak
First published: August 18, 2019, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading