PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિના અધ્યક્ષ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાને મળી ધમકી

News18 Gujarati
Updated: January 17, 2022, 3:35 PM IST
PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિના અધ્યક્ષ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાને મળી ધમકી
સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિના અધ્યક્ષ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાને મળી ધમકી

PM Modi Security Breach: 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષાખામીઓની તપાસ માટે એક સમિતિની જાહેરાત કરી હતી. આ કેસની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટ (supreme court)ની તપાસ સમિતિના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા (Justice Indu Malhotra)ને ધમકી મળી છે.

  • Share this:
નવી દિલ્હી. વડા પ્રધાનના સુરક્ષા લેપ્સ કેસ (PM Modi Security Breach)ની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા (Justice Indu Malhotra)ને ધમકી મળી છે. શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી છે. આ સંસ્થાએ ધમકી ભરી ઓડિયો ક્લિપ્સ બહાર પાડી છે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે તેમણે વડા પ્રધાન મોદી (PM Modi) અને એક શીખની પસંદગી કરવી પડશે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોને આ કેસમાં ધમકીભર્યા કોલ મળ્યા હતા. વકીલોને વડા પ્રધાન મોદીની સુરક્ષાની ખામીઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું.

12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા ખામીઓની તપાસ માટે એક સમિતિની જાહેરાત કરી હતી. પૂર્વ જજ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: Harak Singh Rawat: ભાજપે હરકસિંહ રાવતને કેમ પાર્ટીમાંથી કર્યા બરતરફ ? જાણો Inside Story

વકીલોને પણ આપવામાં આવી હતી ધમકી
વડા પ્રધાનની સુરક્ષામાં ખામીઓના કિસ્સામાં આ પહેલો ખતરો નથી. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગભગ એક ડઝન વકીલોએ દાવો કર્યો હતો કે તેમને ધમકીભર્યા કોલ મળ્યા છે. આ કોલ શીખ ફોર જસ્ટિસ વતી ઇંગ્લેન્ડના નંબર પરથી આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશને ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાને પત્ર લખીને વડા પ્રધાનની સુરક્ષામાં ખામીઓમાં વકીલોને કથિત ધમકીઓની તપાસની માંગ કરી હતી.શું કહ્યું હતું ધમકીમાં?
પીએમ મોદીની સુરક્ષા પર ચાલી રહેલી સુનાવણીમાં વકીલોને ભાગ નહીં લેવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 1984ના શીખ રમખાણો અને હત્યાકાંડમાં એક દોષિતને દોષી ઠેરવવામાં પણ આવ્યો નથી. તેથી આ કેસની સુનાવણી ન થવી જોઈએ.

આ પણ વાંચો: ખુશખબર! 12થી 14 વર્ષની વયના બાળકો માટે આ તારીખથી શરૂ થઈ શકે છે Corona Vaccination

તપાસ સમિતિમાં બીજું કોણ?
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જસ્ટિસ મલ્હોત્રા સિવાય ડાયરેક્ટર જનરલ ઓફ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અથવા તેમના પ્રતિનિધિ (જે પોલીસ મહાનિરીક્ષકથી નીચે સ્થાન ધરાવતા નથી), ચંદીગઢના પોલીસ મહાનિદેશક અને પંજાબના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (સિક્યોરિટી)ને સમિતિના સભ્યો બનાવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ સભ્ય છે અને તેમને સમિતિના સંયોજક તરીકે સેવા આપવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona-Omicron: Pregnant મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે Corona, કોઈ લક્ષણો પણ નથી દેખાતા

સુરક્ષામાં ખામીઓનો આખો કેસ શું છે?
5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં ફ્લાયઓવર પર વડાપ્રધાનનો કાફલો અટકાવાયો હતો. જેના કારણે તેઓ રેલી સહિત કોઈ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. રસ્તા વચ્ચે જ તેમને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી હતી અને તેની પાસેથી અહેવાલ માંગ્યો હતો.
Published by: Riya Upadhay
First published: January 17, 2022, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading