PM Modi Germany : પીએમ મોદીનું જર્મનીમાં સંબોધન, કહ્યું - 'ભારત વિકાસ માટે હંમેશા તત્પર, તૈયાર અને અધીર'
News18 Gujarati Updated: June 26, 2022, 7:39 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જર્મનીથી સંબોધન
PM Modi Germany : પીએમ મોદીએ કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે. લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં છે. ભારત વિકાસ માટે હંમેશા તત્પર, તૈયાર અને અધીર છે. તેમણે ભારત અને ભારતીયના વખાણ કરતા કહ્યું કે, ભારત હવે આધુનિક રેલવે કોચ બનાવી રહ્યું છે.
PM Modi Germany : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) જર્મનીના પ્રવાસે છે. પીએમ મોદી જર્મનીના મ્યુનિખમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પીએમ મોદીએ જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતના વિકાસની વાત કરી ભારતીય લોકોના જુસ્સાની વાત કરી. પીએમ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉમટ્યા હતા. તેમણે કહ્યું કે, જર્મનીમાં એકતા અને બંધુતાના દર્શન થયા છે. ભારતના લોકોનો જોશ અમારી તાકાત છે. હું 2015માં જર્મની આવ્યો હતો, અને હવે ફરી આવ્યો. હવે ભારત ઘણુ બદલાઈ ગયું છે. ભારતમાં કેવો વિકાસ થયો છે તે મામલે તેમણે વાત કરી.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે. લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં છે. ભારત વિકાસ માટે હંમેશા તત્પર, તૈયાર અને અધીર છે. તેમણે ભારત અને ભારતીયના વખાણ કરતા કહ્યું કે, ભારત હવે આધુનિક રેલવે કોચ બનાવી રહ્યું છે. ભારતમાં દર મહિને 500 પેટન્સ ફાઈલ થાય છે. હાલમાં ભારતનો દરેક નાદરીક બેન્કીંગ સાથે જોડાયેલો છે. ભારતીયો ડિઝિટલ બની રહ્યા છે, 15 લાખ લોકો ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના કાળની પરિસ્થિતિમાં ભારતે પરિસ્થિતિ પર ઝડપી કાબુ મેળવ્યો. વસ્તી વધારે હોવા છતા ભારતે તકેદારી રાખી અને આરોગ્ય કર્મીઓએ જોશથી કામ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. કોરોના કાળમાં ભારતે 80 કરોડ ગરીબોને મફતમાં અનાજ આપ્યું, કોવિન પોર્ટલ પર 110 લોકો રજિસ્ટર થયા. તો આરોગ્ય સેતૂ પર 22 કરોડ લોકો જોડાયેલા છે.
Published by:
kiran mehta
First published:
June 26, 2022, 7:37 PM IST