અલીગઢમાં PM મોદીએ કહ્યુ- 20 સદીની ભૂલોને 21મી સદીનું ભારત સુધારી રહ્યું છે, જાણો સંબોધનની 10 ખાસ વાતો

News18 Gujarati
Updated: September 14, 2021, 2:59 PM IST
અલીગઢમાં PM મોદીએ કહ્યુ- 20 સદીની ભૂલોને 21મી સદીનું ભારત સુધારી રહ્યું છે, જાણો સંબોધનની 10 ખાસ વાતો
વડાપ્રધાન મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું. (તસવીર-ANI)

PM Narendra Modi in Aligarh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ- ઉત્તર પ્રદેશ ડબલ એન્જિન સરકારનચા ડબલ લાભનું એક મોટું ઉદાહરણ છે

  • Share this:
અલીગઢ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે ઉત્તર પ્રદેશ સ્થિત અલીગઢમાં (Aligarh News) એક સભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમે ઉત્તર પ્રદેશની અગાઉની સરકારો પર નિશાન સાધતા અપ્રત્યક્ષ રીતે ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોને સાધવા માટે પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને નાના અને સિમાંત ખેડૂતોને તાકાત આપવાની વાત કહી. સાથોસાથ તેઓએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું (Raja Mahendra Pratap Singh University) શિલાન્યાસ કર્યું. પીએમ મોદીએ આ પહેલા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના અલીગઢ નોડના મોડલનું (Uttar Pradesh Defense Industrial Corridor- Aligarh Node) નિરીક્ષણ કર્યું. તેનાથી આર્મી, એરફોર્સ, નેવી અને અર્ધસૈનિક દળોના જવાનોને વધુ તાકાત મળશે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને મોદીએ કહ્યું કે, આજે આઝાદીના 75 વર્ષમાં 20મી સદીમાં થયેલી ભૂલોને આજે 21મી સદીનું ભારત સુધારી રહ્યું છે.

>> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢમાં કરેલા સંબોધનની 9 ખાસ વાતો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, UP ડબલ એન્જિન સરકારના ડબલ લાભનું એક મોટું ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશમાં રોકાણનો માહોલ ઊભો થયો તો મોટી સંખ્યામાં રોકાણકારો પણ આવવા લાગ્યા છે.

>> વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નિરંતર પ્રયાસ કરી છે કે નાના ખેડૂતોને તાકાત આપવામાં આવે. દોઢ ગણું પાક સમર્થન મૂલ્ય હોય, ખેડૂત ક્રેડિટ કાર્ડનો વિસ્તાર હોય, વીમા યોજનામાં સુધાર હોય, 3 હજાર રૂપિયાના પેન્શનની વ્યવસ્થા હોય, આવા અનેક નિર્ણય નાના ખેડૂતોને સશક્ત કરી રહ્યા છે.

>> PMએ કહ્યું કે, મને આજે એ જોઈને ખૂબ ખુશી થાય છે કે જે ઉત્તર પ્રદેશને દેશના વિકાસમાં અડચણ તરીકે જોવામાં આવતું હતું, તે આજે દેશના મોટા અભિયાનોનું નેતૃત્વ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના લોકો ભૂલી નહીં શકે કે પહેલા અહીં કેવા પ્રકારના ગોટાળા થતા હતા, કેવી રીતે રાજ-કાજને ભ્રષ્ટાચારને હવાલે કરી દેવામાં આવ્યું હતું.

>> નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાલ સુધી જે અલીગઢ તાળાઓના માધ્યમથી ઘરો, દુકાનોની રક્ષા કરતું હતું, તે 21મી સદીમાં હિન્દુસ્તાનની સરહદોની રક્ષા કરવાનું કામ કરશે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોજેક્ટના માધ્યમથી યૂપી સરકારે અલીગઢના તાળા અને હાર્ડવેરને એક નવી ઓળખ અપાવવાનું કામ કર્યું છે.>> વડાપ્રધાને કહ્યું કે, વૃંદાવનમાં આધુનિક ટેકનીકલ કોલેજ, તેઓએ પોતાના સંસાધનો, પોતાની પૈતૃક સંપત્તિનું દાન કરીને બનાવી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પણ મોટી જમીન રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીએ જ આપી હતી.

>> PM Modiએ પોતાના સંબોધનમાં કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી માત્ર ભારતની આઝાદી માટે નહોતા લડ્યા, પરંતુ તેમણે ભારતના ભવિષ્યના નિર્માણનો પાયો નાખવામાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે પોતાની દેશ-વિદેશની યાત્રાઓમાં મળેલા અનુભવોનો ઉપયોગ ભારતની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે કરી હતી.

>> પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, દેશના PM હોવાના નાતે મને ફરી એકવાર સૌભાગ્ય મળ્યું છે કે હું રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના દૂરંદેશી અને મહાન સ્વતંત્રતા સેનાની નામ પર બની રહેલી યુનિવર્સિટીનું શિલાન્યાસ કરી રહ્યો છું.

>> સભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના જીવનથી સૌને અદમ્ય ઈચ્છાશક્તિ, પોતાના સપનાઓને પૂરા કરવા માટે કંઈ પણ કરી છુટવાની ધગશ શીખવા મળે છે. તેઓ ભારતની આઝાદી ઈચ્છતા હતા અને પોતાના જીવનની એક-એક ક્ષણ તેમણે તેના માટે સમર્પિત કરી દીધી હતી.

>> પીએમ મોદીએ કહ્યું કે, આજે અલીગઢ માટે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ઘણો મોટો દિવસ છે. આજે રાધાષ્ટમી છે, જે આજના દિવસને વધુ પાવન કરે છે. બૃજ ભૂમિના કણ-કણમાં રાધા જ રાધા છે. સમગ્ર દેશને રાધાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

>> નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આ ધરતીના મહાન સપૂત દિવંગત કલ્યાણ સિંહજીની ગેરહાજરી અનુભવી રહ્યો છું. આજે કલ્યાણ સિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરને જોઈને ખૂબ ખુશ થતા. તેમની આત્મા જ્યાં પણ હોય, આપણને સૌને આશીર્વાદ આપી રહી હશે.
Published by: Mrunal Bhojak
First published: September 14, 2021, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading