PM મોદીએ કહ્યું, Cowin એપએ કોરોના સામેની જંગમાં કરી દેશની મદદ, ટેક કંપનીઓને ભારતમાં આવવા આપ્યું આમંત્રણ

News18 Gujarati
Updated: June 16, 2021, 5:40 PM IST
PM મોદીએ કહ્યું, Cowin એપએ કોરોના સામેની જંગમાં કરી દેશની મદદ, ટેક કંપનીઓને ભારતમાં આવવા આપ્યું આમંત્રણ

  • Share this:
નવી દિલ્લી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે સ્વદેશી કોવિન એપ્લિકેશનથી કોરોના વાયરસ રોગચાળા સામેની લડતમાં દેશને મદદરૂપ સાબિત થઈ છે. આ સાથે તેમણે વૈશ્વિક ટેક કંપનીઓને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ 'VIVATEC'ની 5મી આવૃત્તિને સંબોધન કરતાં કહ્યું કે, ભારત અને ફ્રાન્સ ટેક્નોલોજી અને ડિજિટલ સહયોગના ઉભરતા ક્ષેત્રો સહિત વિવિધ વિષયો પર સાથે મળીને કામ કરી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે 775 મિલિયન ઇન્ટરનેટ વપરાશકારો સાથે ભારત વિશ્વનો સૌથી મોટો અને સસ્તા ડેટા વપરાશ કરનાર દેશોમાંનો એક છે. તેમણે કહ્યું કે, અહીં ઘણાં દેશોની વસ્તી કરતા ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા વધારે છે. પીએમ મોદીએ કહ્યું, 'હું પ્રતિભા, બજારો, મૂડી, ઇકોસિસ્ટમ અને નિખાલનતાની સંસ્કૃતિના આ પાંચ સ્તંભોને આધારે ભારતમાં રોકાણ કરવા માટે વિશ્વને આમંત્રણ આપું છું.

આ પણ વાંચો: Covishieldના બે ડોઝ વચ્ચેનું અંતર કેમ વધારાયું? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ

આ પણ વાંચો: Twitter નિયમોના પાલનમાં નિષ્ફળ રહ્યું, કાયદાકીય સુરક્ષા મેળવવા હકદાર નહીં- રવિશંકર પ્રસાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધાર કાર્ડની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, તેના ઉપયોગથી રોગચાળા દરમિયાન લોકોને સમયસર મદદ કરવામાં મદદ મળી, લોકોને રસોઈ માટે મફત રાશન અને બળતણ આપવામાં આવ્યું. પીએમ મોદીએ કોરોના વાયરસ સામેના યુદ્ધમાં એન્ટી કોરોના રસી મહત્વપૂર્ણ હોવા વિશે વાત કરી હતી.

તેમણે વિવાટેક સંમેલનમાં કહ્યું, 'કોવિડની બે રસીઓ ભારતમાં બનાવવામાં આવી છે, જ્યારે હજુ પણ કેટલીક રસીના વિકાસ અને પરીક્ષણ ચાલુ છે.' આ સાથે, વડા પ્રધાને રોગચાળાને કારણે સર્જાયેલી અવરોધ પછી આરોગ્ય સુવિધાઓ અને અર્થતંત્રને સુધારવાની અને તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને યુરોપના વિવિધ દેશોના મંત્રીઓ અને સંસદસભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. એપલનાં સીઇઓ ટિમ કૂક, ફેસબુકનાં પ્રમુખ અને સીઇઓ માર્ક ઝુકરબર્ગ અને માઇક્રોસ સોફ્ટનાં પ્રેસિડેન્ટ બ્રાડ સ્મિથ સહિતનાં લોકોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે.

વિવાટેકએ યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે અને વર્ષ 2016થી પેરિસમાં વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે. જાહેરાત અને માર્કેટિંગ જગતની અગ્રણી કંપની પબ્લિસિસ ગ્રુપ અને અગ્રણી ફ્રેન્ચ મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ટેકનિકલ નવીનીકરણ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હિસ્સેદારોને સાથે લાવે છે. ઇવેન્ટમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ ચર્ચાઓ અને પ્રારંભિક સ્પર્ધાઓ શામેલ છે. તેની પાંચમી આવૃત્તિ 19 જૂન સુધી ચાલશે.
Published by: kuldipsinh barot
First published: June 16, 2021, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading