પીએમ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની થશે હરાજી, સરકારી ખજાનાને મળશે 10 કરોડથી વધારે

News18 Gujarati
Updated: September 17, 2021, 5:58 PM IST
પીએમ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની થશે હરાજી, સરકારી ખજાનાને મળશે 10 કરોડથી વધારે
બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધૂની બેડમિન્ટન રેકેટની બેસ પ્રાઇઝ 90 લાખ રૂપિયા છે

Narendra Modi birthday- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી મળેલી ભેટ અને સ્મૃતિ ચિન્હોની એક ઇ-હરાજી સંસ્કૃતિ મંત્રાલયે શુક્રવારે પીએમ મોદીના જન્મ દિવસથી ( Narendra Modi 71st birthday) શરૂ કરી છે. હરાજીમાંથી થનારી આવક નમામિ નંગે મિશન પર ખર્ચ કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi)દેશ-વિદેશમાંથી મળેલી ભેટ અને સ્મૃતિ ચિન્હોની એક ઇ-હરાજી સંસ્કૃતિ મંત્રાલયે શુક્રવારે પીએમ મોદીના જન્મ દિવસથી ( Narendra Modi 71st birthday)શરૂ કરી છે. હરાજીમાંથી થનારી આવક નમામિ નંગે મિશન પર ખર્ચ કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયના મતે પીએમ મોદીને મળેલા સ્મૃતિ ચિન્હોમાં મેડલ જીતનાર ઓલિમ્પિક (Tokyo Olympics) અને પેરાલિમ્પિક (Paralympians)ખેલાડીઓના રમતના સાધનો સિવાય, અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ, રુદ્રાસ કન્વેંશન સેન્ટર (વારાણસી)નું મોડલ, મૂર્તિ, પેઇન્ટિંગ વગેરે સામેલ છે.

એથ્લેટો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરવામાં આવેલી 15થી વધારે વસ્તુઓની ઇ-હરાજી થવાની છે. સંસ્કૃતિ મંત્રાલય તરફથી હરાજીમાં પ્રધાનમંત્રી મોદીને ઉપહારમાં મળેલી 1200થી વધારે ભેટને સામેલ કરવામાં આવી છે. જેમાં 15 વસ્તુઓ ઘણી મોંઘી છે. આ વસ્તુઓ ઓલિમ્પિયન અને પેરાલિમ્પિક ખેલાડીઓ તરફથી ભેટ કરેલા ઉપહાર પણ સામેલ છે.

નીરજ ચોપડાના ભાલાની બેસ પ્રાઇઝ સૌથી વધારે

નીરજ ચોપડાનો ભાલો આ હરાજીમાં સૌથી ઉપર છે. આ પછી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક દળો તરફથી આપવામાં આવેલ બે સાલ છે. બંને દળોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાલ ભેટ આપી હતી. આ બંને સાલની બેસ પ્રાઇઝ 90 લાખ રૂપિયા છે. તલવારબાજી ભવાની દેવીની તલવાર પણ હરાજીમાં સામેલ છે.

આ પણ વાંચો - PM Modi Birthday Special: દલાઈ લામાએ PM મોદીને પત્ર લખી પાઠવી શુભેચ્છા, કહી મોટી વાત

રાની રામપાલની હોકી સ્ટિકની બેસ પ્રાઇઝ 90 લાખ રૂપિયાઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે સેમિ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલની હોકી સ્ટિકની બેસ પ્રાઇઝ 90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ હોકી સ્ટિક પર હોકી ટીમના બધા ખેલાડીઓના હસ્તાક્ષર છે. વાદળી રંગની હોકી સ્ટિકમાં સફેદ રંગમાં રક્ષક નામ લખેલો લોગો પણ છે.

પીવી સિંધૂના બેડમિન્ટન રેકટની બેસ પ્રાઇઝ 90 લાખ રૂપિયા

બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધૂની બેડમિન્ટન રેકેટની બેસ પ્રાઇઝ 90 લાખ રૂપિયા છે. બેડમિન્ટન રેકેટના હેન્ડલ પર પીવી સિંધૂ લખેલું છે. જ્યારે પુરુષ હોકી ટીમની સ્ટિક 80 લાખ રૂપિયાની બેસ પ્રાઇસ સાથે હરાજી માટે રાખવામાં આવેલી છે. આ હોકી સ્ટિકમાં પણ બધા સભ્યોના હસ્તાક્ષર છે. પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ પ્રમોદ ભગત દ્વારા ઓટોગ્રાફ કરેલા બેડમિન્ટન રેકેટની બેસ પ્રાઇસ પણ 90 લાખ રૂપિયા છે. ભગતે આ રેકેટનો ઉપયોગ પોતાના ગોલ્ડ મેડલ મેચ જીતવા માટે કર્યો હતો.

ભાવના પટેલના રેકેટની બેસ પ્રાઇસ 25 લાખ રૂપિયા

પેરાલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ વિજેતા ભાવના પટેલ દ્વારા ઓટોગ્રાફ કરેલા ટેબલ ટેનિસ રેકેટની બેસ પ્રાઇઝ 25 લાખ રૂપિયા છે. જ્યારે પેરાલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ વિજેતા યોગેશ કથુનિયા દ્વારા ઓટોગ્રાફ કરેલા ડિસ્કસની બેસ પ્રાઇઝ પણ 25 લાખ રૂપિયા છે. પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર મનીષ નરવાલ દ્વારા પહેરેલી શાર્પ શૂટિંગ ચશ્માની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે. જ્યારે ભાવના પટેલ દ્વારા પહેરેલી ટી શર્ટ, જેણે સિલ્વર મેડલ જીત્યો હતો. જેની બેસ પ્રાઇસ 15 લાખ રૂપિયા છે.
Published by: Ashish Goyal
First published: September 17, 2021, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading