પંજાબમાં સોમવારથી પેસેન્જર ટ્રેન દોડશે, કૃષિ કાનૂનો પર CM અને કિશાન સંગઠનોમાં બની સહમતિ

News18 Gujarati
Updated: November 21, 2020, 6:06 PM IST
પંજાબમાં સોમવારથી પેસેન્જર ટ્રેન દોડશે, કૃષિ કાનૂનો પર CM અને કિશાન સંગઠનોમાં બની સહમતિ
પંજાબમાં સોમવારથી પેસેન્જર ટ્રેન દોડશે, કૃષિ કાનૂનો પર CM અને કિશાન સંગઠનોમાં બની સહમતિ

કૃષિ કાનૂનોના વિરોધમાં કિશાન સંગઠનો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે

  • Share this:
ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે બેઠક દરમિયાન કિશાન સંગઠન પેસેન્જર ટ્રેન ચલાવવા દેવાને લઈને રાજી થઈ ગયા છે. સંગઠનોએ ટ્રેન ચલાવવાનો રસ્તો ક્લિન કરી દીધો છે. પેસેન્જર ટ્રેન માટે સોમવારથી બધા રેલવે ટ્રેક ખાલી કરી દેવામાં આવશે.

કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વિટ કર્યું કે પંજાબના ખેડૂતોએ 23 નવેમ્બરથી પુરી રીતે માલગાડી અને યાત્રી ટ્રેનોને ચલાવવા પર પોતાની સહમતિ આપી દીધી છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત પછી કિશાન સંગઠનોએ આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - યૂનિલિવરનો મોટો દાવો! આ માઉથવોશના ઉપયોગથી ખતમ થઈ જશે કોરોના વાયરસ, ફક્ત 30 સેકન્ડ લાગશે

તમને જણાવી દઈએ કે કૃષિ કાનૂનોના વિરોધમાં કિશાન સંગઠનો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પંજાબમાં ખેડૂતોએ 25 સપ્ટેમ્બરથી ઘણા રસ્તા અને રેલ વ્યવહાર બંધ કરી દીધો હતો. આ પછી રસ્તા પરથી પોતાના આંદોલન પાછા લીધા હતા પણ રેલવે ટ્રેક પર તેમના વિરોધ પ્રદર્શન યથાવત્ હતા. ખેડૂતોએ ઘણા સ્થળોએ ટ્રેક પર ટેન્ટ પણ લગાવી દીધા હતા.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પેસેન્જર ટ્રેન ચાલી રહી ન હતી. કિશાન સંગઠનોના આંદોલનને કારણે સામાન્ય લોકોને ઘણી પરેશાનની સામનો કરવો પડી રહ્યો હતો. હવે મુખ્યમંત્રી સાથે વાતચીત પછી કિશાન સંગઠન બધા રેલવે ટ્રેક ખાલી કરવા પર સહમત થઈ ગયા છે.
Published by: Ashish Goyal
First published: November 21, 2020, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading