પંજાબના કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુ કેન્દ્ર પર વરસ્યા, કહ્યું- વિરોધીઓની પથારી ફેરવી દઈશ

News18 Gujarati
Updated: July 23, 2021, 3:47 PM IST
પંજાબના કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુ કેન્દ્ર પર વરસ્યા, કહ્યું- વિરોધીઓની પથારી ફેરવી દઈશ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે નવજોત સિંહ સિદ્ધ (ફાઇલ તસવીર)

ખેડૂત આંદોલન મામલે સિદ્ધુએ કહ્યું કે, તેમને દિલ્હીમાં બેઠેલા ખેડૂતોની ચિંતા છે અને હવે પંજાબનો દરેક ખેડૂત પ્રધાન છે

  • Share this:
ચંદીગઢ. પંજાબ (Punjab Congress)ના કોંગ્રેસ નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ કહ્યું કે તેઓ હકની લડાઈ માટે આવ્યા છે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા પ્રધાન છે. ખેડૂત આંદોલન (Farmers Protest) પર સિદ્ધુએ કહ્યું કે તેમને દિલ્હીમાં બેઠેલા ખેડૂતોની ચિંતા છે અને હવે પંજાબનો દરેક ખેડૂત પ્રધાન છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amrinder Singh)ની સાથે મળીને કામ કરીશું અને કાર્યકર્તા વગર કોઈ પાર્ટી નથી હોતી.

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ 18 સૂત્રીય એજન્ડાથી પાછળ નહીં હટે. સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસ એકજૂથ છે અને જેમ અણુ વિના પરમાણુ અને વ્યક્તિ વિના સમાજ નથી બની શકતો, તેવી જ રીતે કાર્યકર્તા વગર પાર્ટી નથી બની શકતી. સિદ્ધુએ કહ્યું કે, હું વિરોધીઓના પથારી ફેરવી દઈશું.

આ પણ વાંચો, Punjab Congress: સિદ્ધુના પદભાર સમારોહમાં સામેલ થવા ચંદીગઢ જઈ રહેલા 5 કાર્યકર્તાનું બસ દુર્ઘટનામાં મોત

અમૃતસર (પૂર્વ)ના ધારાસભ્યએ કહ્યું કે, એક સાધારણ પાર્ટી કાર્યકર્તા અને રાજ્ય એકમના પ્રમુખની વચ્ચે કોઈ અંતર નથી. પંજાબમાં કોંગ્રેસના દરેક કાર્યકર્તા આજથી પાર્ટીના રાજ્ય એકમનો પ્રમુખ બની ગયા છે. સિદ્ધુએ કહ્યું કે, હું વધી નહીં બોલું પરંતુ જેટલું બોલીશ તે વિસ્ફોટક બોલીશ. તમારા લોકોના આશીર્વાદથી જ મારા સુરક્ષા કવચ અને તાકાત છે. હું વડીલોનું સન્માન કરું અને નાનાને પ્રેમ કરીશ.

આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં મોતનો વરસાદઃ રાયગઢના મહાડમાં ભૂસ્ખલન થતાં 36 લોકોનાં મોત, 30 લોકો હજુ ફસાયેલા

આ પહેલા સિદ્ધુએ શુક્રવારે મુખ્યમંત્રી અમરિંદર સિંહની ઉપસ્થિતિમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો. આ દરમિયાન પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, પંજાબ પ્રભારી હરીશ રાવત સહિત અનેક નેતા ઉપસ્થિત હતા. આ દરમિયાન પોતાના સંબોધનમાં CM અમરિંદર સિંહે કહ્યું કે, જ્યારે સોનિયાજીએ કહ્યું કે સિદ્ધુને અધ્યક્ષ બનાવવામાં આવશે તો હું પ્રેસને કહ્યું કે જે નિર્ણય હશે તે મને મંજૂર છે. તેમણે કહ્યું કે મને આમ આદમી પાર્ટી (AAP) કે અકાળી દળ (Akali Dal) પર કોઈ ભરોસો નથી.
Published by: Mrunal Bhojak
First published: July 23, 2021, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading