નહેરમાં વહી રહ્યા હતા હજારો રેમડિસિવિર ઇન્જેક્શન, બોક્સ પર લખ્યું હતું- Not For Sale

News18 Gujarati
Updated: May 7, 2021, 12:09 PM IST
નહેરમાં વહી રહ્યા હતા હજારો રેમડિસિવિર ઇન્જેક્શન, બોક્સ પર લખ્યું હતું- Not For Sale
પંજાબમાં ભાકરા કેનાલમાંથી 621 રેમડિસિવિર ઇન્જેક્શન તથા 849 લેબલ વગરના ઇન્જેક્શન પણ મળી આવ્યા

પંજાબમાં ભાકરા કેનાલમાંથી 621 રેમડિસિવિર ઇન્જેક્શન તથા 849 લેબલ વગરના ઇન્જેક્શન પણ મળી આવ્યા

  • Share this:
ચંદીગઢ. દેશમાં એક તરફ જ્યાં રેમડિસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection)ની અછત સર્જાયેલી છે, તો બીજી તરફ પંજાબ (Punjab)ના ચમકૌર સાહિબની પાસે ભાખડા કેનાલ (Bhakra Canal)માંથી હજારો રેમડિસિવિર અને ચેસ્ટ ઇન્ફેક્શન (Chest Infection)ના ઇન્જેક્શન મળી આવ્યા છે. તેમાં સરકારને સપ્લાય કરવામાં આવેલા 1456 ઇન્જેક્શન, 621 રેમડિસિવિર ઇન્જેક્શન તથા 849 લેબલ વગરના ઇન્જેક્શન પણ સામેલ છે. જોકે ઇન્જેકશનના અસલી કે નકલી હોવાની પુષ્ટિ નથી થઈ શકી.

એક અખબારના રિપોર્ટ મુજબ, રેમડિસિવિર ઇન્જેક્શન પર એમઆરપી 5400 રૂપિયા તથા મેન્યુફેક્ચરિંગ તારીખ માર્ચ 2021 અને એક્સપાયરી તારીખ નવેમ્બર 2021 લખી છે. સફોપેરાજોન ઇન્જેક્શન પર મેન્યુફેક્ચરિંગ તારીખ એપ્રિલ 2021 તથા એક્સપાયરી તારીખ માર્ચ 2023 નોંધેલી છે. ચોંકાવનારી વાત એ છે કે આ દવાઓ પર ફોર ગવર્નમેન્ટ સપ્લાય, નોટ ફોર સેલ પણ લખેલું છે.

આ પણ વાંચો, ગ્વાલિયરઃ રેમડિસિવિર ઇન્જેક્શનની ખેપ લઈને આવી રહેલું સરકારી પ્લેન રન-વે પર લપસ્યું, બંને પાઇલટ ઘાયલ

ઉલ્લેખનીય છે કે, દેશમાં રેમડિસિવિર અને ચેસ્ટ ઇન્ફેક્શનના ઇન્જેક્શનોની મોટાપાયે કાળાબજારી થઈ રહી છે. પંજાબમાં પણ રેમડિસિવિર અને અન્ય દવાઓની અછત સર્જાઈ છે. એવામાં સરકારને સપ્લાય થનારા ઇન્જેક્શન ભાખડા કેનાલમાં મળતાં સરકારની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો, Monsoon 2021 Update: કેરળમાં પહેલી જૂને ચોમાસું કરશે ‘મંગળ પ્રવેશ’, 98% સુધી વરસાદનું અનુમાન
હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, રાજ્ય ઓક્સિજન, ટેન્કરો, વેક્સીન અને દવાઓની અછત ઉપરાંત વેન્ટિલેટર ફ્રન્ટ ઉપર પણ સંઘર્ષ કરી રહ્યું છે કારણ કે ભારત સરકાર દ્વારા પ્રાપ્ત 809 વેન્ટિલેટરોમાંથી 108ને સ્થાપિત કરવા માટે કોઈ પણ બી.ઇ.એલ. એન્જિનિયર નથી. તેઓ ગત મહિનાથી અનેકવાર કેન્ર્બને આ વિશે પત્ર પણ લખી ચૂક્યા છે.
Published by: Mrunal Bhojak
First published: May 7, 2021, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading