રાજસ્થાન સંકટ: અશોક ગહેલોતના 3 ધારાસભ્યો પર થઈ શકે છે મોટી કાર્યવાહી, સીએમ પદનો નિર્ણય પાછો ઠેલવાયો
News18 Gujarati Updated: September 27, 2022, 5:54 PM IST
અશોક ગેહલોત (ફાઇલ તસવીર)
Rajasthan Political Crisis: રાજસ્થાનમાંથી જે રીતે પાર્ટીના ધારાસભ્યોમાં અનુશાસનહીનતા જોવા મળી છે, તેને લઈને હાઈકમાન નારાજ છે.
નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્યોના ખુલ્લા બળવાથી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અત્યંત નારાજ હોવાનું કહેવાય છે. વિગતો મળી રહી છે કે, આ સમગ્ર ઘટનાક્રમ પર ગહેલોત જૂથના લગભગ 3 ધારાસભ્યો પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટી નેતૃત્વ આ ત્રણેયને કારણ બતાવો નોટિસ મોકલવાની તૈયારીમાં છે.
આ તમામની વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, નવા મુખ્યમંત્રી પર નિર્ણય 30 ઓક્ટોબર બાદ લેવામા આવશે. આ બાજૂ રાજસ્થાનમાં ચાલી રહેલા સંકટને મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. દિલ્હીથી ઓબ્ઝર્વર તરીકે મોકલાયેલા મલ્લિકાર્જૂન ખડગેએ ગહેલોતને કહ્યું કે, હાલના દિવસોમાં જે થયું તેનાથી તેઓ અજાણ છે અને જે પણ કંઈ થયું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતું.
આ પણ વાંચો: રાજસ્થાન સંકટ: અશોક ગેહલોતથી હાઈકમાન નારાજ, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી આઉટસોનિયા ગાંધીને લેખિત રિપોર્ટ સોંપશે ખડગે અને માકન
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસની રાજસ્થાન યુનિટમાં સંકટને લઈને પાર્ટીના બંને ઓબ્ઝર્વર વિરુદ્ધ મલ્લિકાર્જૂન ખડગે અને અજય માકન આજે પોતાનો લેકિત રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપશે. સૂત્રોનુ કહેવુ છે કે, આ રિપોર્ટના આધાર પર અનુશાસનહીનતા માટે મુખ્યમંત્રી અશોક ગહેલોતના વફાદાર મનાતા અમુક નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની દિશામાં પગલા ભરી શકે છે.
સચિન પાયલટ પણ પહોંચ્યા દિલ્હી
આ તમામની વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ મંગળવારે દિલ્હી પહોંચ્યા છે. જો કે, પાયલટની નજીકના સૂત્રોનું કહેવુ છે કે, તે વ્યક્તિગત કામથી દિલ્હી આવ્યા છે. આ યાત્રાને હાલના રાજકીય ઘટનાક્રમ સાથે કોઈ લેવાદેવા નથી.
આ બાજૂ રાજસ્થાનના આ સમગ્ર ઘટનાક્રમથી ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણ લડવા પર પ્રશ્નચિન્હ લાગી ગયું છે. હવે કમલનાથ, દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, ખડગે, કુમારી સૈલજા અને અમુક અન્ય નામોને લઈને અટકળો શરુ થઈ છે. જો કે કમલનાથે કહ્યું છે કે, તેમને અધ્યક્ષ પદમાં કોઈ રસ નથી.
Published by:
Pravin Makwana
First published:
September 27, 2022, 5:10 PM IST