'ક્યારેક તો જવાનું જ હતું, દુઃખી ન થતાં,' એક જ છોકરીના પ્રેમમાં પાગલ બે પિતરાઈનો આપઘાત

News18 Gujarati
Updated: March 9, 2021, 8:31 AM IST
'ક્યારેક તો જવાનું જ હતું, દુઃખી ન થતાં,' એક જ છોકરીના પ્રેમમાં પાગલ બે પિતરાઈનો આપઘાત
મૃતકોની ફાઇલ તસવીર. હાથ પર આશા લખેલું હતું.

બંનેએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, બંનેનાં હાથ પર હાથ પર 'આશા' લખેલું હતું.

  • Share this:
જયપુર: આઠમી માર્ચના રોજ વિશ્વમાં મહિલા દિવસ (Women's Day)ની ઉજવણી ચાલી રહી હતી ત્યારે જ રાજસ્થાન (Rajasthan)ના બે પિતરાઈ ભાઈઓએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત (Suicide) કરી લીધો છે. એવી માહિતી મળી છે કે બંને ભાઈએ એક જ યુવતીના પ્રેમ (Love with same girl)માં હતા. બંને પોતાના હાથ પર યુવતીનું નામ લખીને ટ્રેન સામે કૂદી ગયા હતા. આ બનાવ રાજસ્થાનના બુન્દી જિલ્લામાં સોમવારે બન્યો હતો. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે બંને ભાઈઓ કોઈ એક જ છોકરીના પ્રેમમાં હતા.

મૃતક મહેન્દ્ર ગુર્જર (ઉં.વ.23) અને દેવરાજ ગુર્જર (ઉં.વ.23) બુન્દી જિલ્લાના કેશવપુરા ગામ ખાતે રહેતા હતા. આ બનાવ રવિવારે વહેલી સવારે ગુડલા ગામ ખાતે બન્યો હતો. સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું હતું કે, બંને પિતાઈ ભાઈઓના હાથ પર "આશા" લખેલું હતું. બંનેનાં મોબાઇલ ફોનમાંથી જે તસવીરો અને વિગતો મળી છે તેના પરથી પોલીસે એવું તારણ કાઢ્યું છે કે બંને એક જ યુવતીને પ્રેમ કરતા હતા. આ યુવતી કોણ છે અને ક્યાં રહે છે તેની વિગતો પોલીસ મેળવી શકી નથી.

આ પણ વાંચો: પોલીસ ધારે તો શું ન કરી શકે? અમદાવાદ પોલીસે સતત બે દિવસ CCTV ફૂટેજ તપાસી ચાર આરોપીને ઝડપ્યાં

એસએચઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે આપઘાત કરી લેનાર બંને પિતરાઈ ભાઈ છે. અકસ્માત સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહોને તેમના પરિવારને સોંપી દીધા છે. પોલીસે આ મામલે સીઆરપીસીની કલમ 174 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મોત પહેલા વીડિયો પોસ્ટ કર્યો:

એવી પણ માહિતી મળી છે આપઘાત પહેલા બંને ભાઈઓે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં બંનેએ જણાવ્યું હતું કે, હવે જીવવાની ઇચ્છા નથી. અમારા ગયા બાદ તમે કોઈ સાથે ઝઘડો કરશો નહીં. આવું કરશો તો અમારી આત્માને શાંતિ નહીં મળે. ક્યારેક તો જવાનું જ હતું, દુઃખી ન થતાં.આ પણ વાંચો: રાજકોટ: લગ્ન જીવનમાં બે વાર ભંગાણ, ઇમિટેશનનું કામ ન ચાલતા શરૂ કર્યો જ્યોતિષનો ધંધો!

ટ્રેન સાથે ટક્કર બાદ એકનું માથું ધડથી અલગ થયું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક પિતરાઈ બુન્દીમાં રહીને અભ્યાસ કરતો હતો, જ્યારે બીજો કામ કરતો હતો. આ બનાવ દિલ્હી-મુંબઈ રેલવે લાઇન પર બની હતી. નજીકથી પોલીસને એક બાઇક પણ મળી આવ્યું છે. બંનેના મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા હતા. ટ્રેનની ટક્કર બાદ એકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.

આ પણ વાંચો:  ન્યાય માટે ગયેલી 26 વર્ષની પરિણીતા પર PSIનું દુષ્કર્મ; સગીર પ્રેમિકાને પ્રેમીએ દેહવેપારમાં ધકેલી

આ દરમિયાન બંનેને એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને એવું ગીત ગઈ રહ્યા છે કે, "છોરી તુઝસે 10 દીન પહલે કહા થા કી હમ મરેંગે." બંને યુવકો કઈ છોકરીના પ્રેમમાં હતા? છોકરીની કોઈ વાત માઠી લાગી જતાં બંનેએ આપઘાત કરી લીધો છે કે એક તરફી પ્રેમમાં આપઘાત કરી લીધો છે? એ વાત તપાસ બાદ જ સામે આવશે. હાલ પોલીસે બંનેના મોબાઇલ ફોન જપ્ત કર્યાં છે. તેની તપાસ બાદ જ તમામ રહસ્ય પરથી પડદો ઊંચકાશે.
Published by: Vinod Zankhaliya
First published: March 9, 2021, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading