viral video: તોરણ વિધિમાં ઘોડી અચાનક ભડકી, દુલ્હાને લઈને ભાગી, પરિવારજનો કાર- બાઈક લઈને કર્યો 4 km સુધી પીછો

News18 Gujarati
Updated: July 22, 2021, 5:14 PM IST
viral video: તોરણ વિધિમાં ઘોડી અચાનક ભડકી, દુલ્હાને લઈને ભાગી, પરિવારજનો કાર- બાઈક લઈને કર્યો 4 km સુધી પીછો
વાયરલ વીડિયો પરથી તસવીર

Rajasthan news: આ વાયરલ વીડિયો અજમેર જિલ્લાના નસીરાબાદ વિસ્તારના રામપુરા ગામનો છે. અહીં ચાર દિવસ પહેલા એક લગ્ન સમારોહ દરમિયાન તોરણની રસમ ચાલી રહી હતી. દુલ્હા ઘોડી ઉપર બેસીને રસમ અદા કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં આતિશબાજી થવાથી ઘોડી ભડકી હતી.

  • Share this:
અભિજીત દવે, અજમેરઃ મોજ મસ્તી અને ખુશીઓ મનાવવાની રીત ક્યારે ક્યારે મુસીબતનું કારણ બની જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના (Rajasthan news) અજમેર જિલ્લામાં (Ajmer) સામે આવી હતી. અહીં લગ્નમાં તોરણની રસમ (marriage) દરમિયાન કોઈએ ફટાકડા ફોડ્યા હતા. જેમાં દુલ્હાની ઘોડી ભડકી (horse run with groom during marriage) ગઈ હતી. ત્યારબાદ ઘોડીએ કંઈ જોયું નહીં અને દુલ્હાને લઈને સરપટ દોડી ગઈ હતી. આશરે ચાર કિલોમિટર સુધી ઘોડી દોડતી જ રહી હતી.દુલ્હા સાથે ઘોડી ફરાર થતાં રંગમાં ભંગ થયો હતો. ત્યાં અફરાતરફરી મચી ગઈ છે. દુર્ઘટના બાદ દુલ્હા હેબતાઈ ગયો હતો. હવે આનો વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થઈ રહ્યો છે.

જાણકારી અનુસાર આ વાયરલ વીડિયો અજમેર જિલ્લાના નસીરાબાદ વિસ્તારના રામપુરા ગામનો છે. અહીં ચાર દિવસ પહેલા એક લગ્ન સમારોહ દરમિયાન તોરણની રસમ ચાલી રહી હતી. દુલ્હા ઘોડી ઉપર બેસીને રસમ અદા કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં આતિશબાજી થવાથી ઘોડી ભડકી હતી.

ત્યારબાદ ઘોડી થોડી આગળ પાછળ થઈ હતી. બાદમાં તે દુલ્હાને લઈને ત્યાંથી સરપટ દોડી ગઈ હતી. ફટાકડાના અવાજથી ચમકનીને ઘોડી ચાર કિલો મિટર સુધી ભાગી હતી. તેના પાછળ પાછળ દુલ્હાના પરિજન અને ઘોડીના માલિક દોડતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

દુલ્હાની તબીયત થઈ ખરાબબાલાત બેકાબૂ થતાં જોઈને જાનૈયાઓ કાર અને બાઈક લઈને ઘોડી પાછળ પીછો કરવાનું શરુ કર્યું હતું. આશરે 4 કિલોમિટર દૂર જઈને ઘોડીને પકડી હતી. જાનૈયાઓએ દુલ્હાને જેમતેમ કરીને બચાવ્યો હતો. જોકે, બાદમાં દુલ્હાની તબીયત ખરાબ થઈ હતી.

વિવાહ સમારોહમાં અફરાતરફીનો માહોલ થયો હતો. દુલ્હા સહીસલામત હોવાના કારણે પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકો તેનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ભલે આ ઘટનાના કારણે દુલ્હાનો જીવ જોખમમાં મુકાયો હતો પરંતુ વીડિયો જોઈને યુઝર્સ મજા લઈ રહ્યા છે.
Published by: ankit patel
First published: July 22, 2021, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading