રાતના સમયે નગ્ન અવસ્થામાં નીકળે છે મહિલા; લોકોના ઘરે જઈ ખખડાવે છે દરવાજો, CCTVમાં સામે આવી હકીકત
News18 Gujarati Updated: February 2, 2023, 2:35 PM IST
પ્રતિકાત્મક તસ્વીર
ઉત્તર પ્રદેશના રામપુરના મિલકમાં નગ્ન અવસ્થામાં મોડી રાતે ફરી રહેલી એક મહિલા આજકાલ ખૂબ ચર્ચામાં છે. લોકોમાં આ નગ્ન મહિલાને લઈને ડરનો માહોલ છે.
રામપુર: ઉત્તર પ્રદેશના રામપુરના મિલકમાં નગ્ન અવસ્થામાં મોડી રાતે ફરી રહેલી એક મહિલા આજકાલ ખૂબ ચર્ચામાં છે. લોકોમાં આ નગ્ન મહિલાને લઈને ડરનો માહોલ છે. લોકો મોડી રાત સુધી જાગવા માટે મજબૂર બન્યા છે. તો વળી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ વિસ્તારનો લોકોને અપીલ કરી છે કે, કોઈ મહિલા નગ્ન અવસ્થામાં જોવા મળે તો, સૌથી પહેલા મહિલાને શરીરને કપડાથી ઢાંકો અને તાત્કાલિક પોલીસને સૂચના આપો. ટૂંક સમયમાં પણ આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરવામાં આવશે.
આ પણ વાંચો: Four kg Tumor Removed: સુરતમાં 44 વર્ષીય પેરલાઇઝ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી!
આપને જણાવી દઈએ કે, નગરના મોહલ્લામાં લોકોના ઘર પર લાગેલા સીસીટીવૂ ફુટેજમાં મોડી રાતે એક મહિલા નગ્ન અવસ્થામાં ફરી રહેતી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને આ વિસ્તારના લોકોમાં ડરનો મોહાલો છે. આ વીડિયોમાં એક અજાણી મહિલા લોકોના ઘરે જઈને બેલ વગાડે છે અને રસ્તા પર નગ્ન અવસ્થામાં ફરી રહી છે. આ મહિલા કેટલીય વાર સુધી લોકોના ઘર પર બેલ વગાડે છે. પોલીસને પણ સૂચના આપવામાં આવી છે.
મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. તેના માટે એક ટીમ બનાવી છે. તપાસ શરુ કરી દીધી છે. સોમવારે પણ નગ્ન અવસ્થામાં મહિલા રસ્તા પર ફરતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ કોણ મહિલા છે અને શા માટે આવું કરી રહી છે, તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
Published by:
Pravin Makwana
First published:
February 2, 2023, 2:22 PM IST