RLD અધ્યક્ષ અજીત સિંહનું કોરોનાથી નિધન, ગુરુગ્રામની હૉસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

News18 Gujarati
Updated: May 6, 2021, 10:40 AM IST
RLD અધ્યક્ષ અજીત સિંહનું કોરોનાથી નિધન, ગુરુગ્રામની હૉસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
દિગ્ગજ ખેડૂત નેતા અજીત સિંહના નિધનથી દેશમાં શોકની લહેર, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દિગ્ગજ ખેડૂત નેતા અજીત સિંહના નિધનથી દેશમાં શોકની લહેર, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

  • Share this:
બાગપત. રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ (Rashtriya Lok Dal અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લોકપ્રિય જાટ નેતા અજીત સિંહ (Ajit Singh)નું કોરોના સંક્રમણ (Coronavirus)ના કારણે નિધન થયું છે અને તેમની પૌત્રી 22 એપ્રિલે કોરોના સંક્રમિત થઈ હતી. ત્યારબાદથી તેમની સારવાર ગુરુગ્રામની હૉસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યારે તેઓ 4 મેથી વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને આજે સવારે તેમનું નિધન થયું છે. બીજી તરફ, અજીત સિંહની પૌત્રીની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે. અજીત સિંહના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકની લહેર છે.

રાષ્ટ્રીય લોક દળના નેતા અજીત સિંહનો જન્મ 12 ફેબ્રુઆરી 1939ના રોજ મેરઠમાં થયો હતો અને તેઓ પૂર્વ વડાપ્રધાન અને દેશના દિગ્ગજ ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહના દીકરા હતા. તેઓ ભારતીય રાજકારણનો એક મોટો ચહેરો હતા. હાલના સમયમાં તેઓ મોટા ખેડૂત નેતાઓ પૈકીના એક હતા. તેમના નિધન પર સમાજવાદી પાર્ટી, વડાપ્રધાન મોદી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય પાર્ટીઓએ શોક વ્યક્ત કરતાં તેમના નિધનને ભારતીય રાજકારણમાં મોટી ક્ષતિ ગણાવી છે.

આ પણ વાંચો, જોધપુરઃ કોરોના સંક્રમિત આસારામની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, પૂર્વ કેન્રીજકય મંત્રી ચૌધરી અજીત સિંહના નિધનથી અત્યંત દુઃખી થયો છું. તેઓ હંમેશા ખેડૂતોના હિતમાં સમર્પિત રહ્યા. તેઓએ કેન્ર્અમાં અનેક વિભાગોની જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવી હતી. શોકના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિજનો અને પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ!સમાજવાદી પાર્ટીએ ટ્વીટને શોક વ્યક્ત કર્યો

સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું કે, રાષ્રીકુય લોકદળના અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન, ખૂબ જ દુખદ! આપનું આમ અચાનક જતું રહેવું ખેડૂતોના સંઘર્ષ અને ભારતીય રાજકારણમાં ક્યારેય ન ભરાનારી જગ્યા છોડી ગયા છો. શોકાતુર પરિજનો પ્રત્યે સંવેદના. દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે.

ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેને શોક વ્યક્ત કર્યો

ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલે આરએલડીના અધ્યક્ષ ચૌધરી અજીત સિંહના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. રાજ્યપાલે દિવંગત આત્માની શાંતિની કામના કરતાં શોકમગ્ન પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો, સ્મશાનમાં 12 કલાકની ડ્યૂટી કરતાં પોલીસકર્મીએ દીકરીના લગ્ન ટાળ્યા, કહ્યુ- હું આ સમયે જશ્ન કેવી રીતે મનાવી શકું


પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાજકારણની દિશા નક્કી કરતા હતા અજીત સિંહ

ચાર વખત કેન્દ્રીય મંત્રી રહેલા અજીત સિંહની રાજકીય પહોંચનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેઓ કૉંગ્રેસની નેતૃત્વવાળી યૂપીએ અને બીજેપીની સરકારમાં પણ મંત્રી રહ્યા. તેઓએ પોતાના પિતાના રાજકીય વારસાને આગળ વધાર્યો અને તેઓ 6 વાર સાંસદ રહ્યા. જોકે 2014 અને 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: May 6, 2021, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading