Porn Addiction: રિપોર્ટમાં થયો ખુલાસો- વર્ક ફ્રોમ હોમ કલ્ચરના કારણે લોકો ધડાધડા પોર્ન જોવા લાગ્યા


Updated: August 25, 2022, 6:02 PM IST
Porn Addiction: રિપોર્ટમાં થયો ખુલાસો- વર્ક ફ્રોમ હોમ કલ્ચરના કારણે લોકો ધડાધડા પોર્ન જોવા લાગ્યા
લોરેલ સેન્ટરમાં 2022ના પ્રથમ છ મહિનામાં લગભગ 750 પોર્ન વ્યસનીઓએ મુલાકાત લીધી હતી (પ્રતિકાત્મક તસવીર)

Porn Addiction: નિષ્ણાતોના મતે, પોર્ન જોવાની લાલસા માત્ર અમુક ક્લિક્સ દૂર રહે છે અને તેણે કેટલાક કેઝ્યુઅલ પોર્ન જોનારને વ્યસની બનાવી દીધા છે.

  • Share this:
કોરોના મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ (Work From Home) કલ્ચરનો વ્યાપ વધ્યો છે. દુનિયાભરમાં મોટી મોટી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની છૂટ આપી અને તે સાથે જ રિમોટ વર્કિંગ સામાન્ય બનતું ગયું છે. હવે મહામારીનો પ્રભાવ ઓછો થયા બાદ પણ હજી સુધી ઘણા લોકો રિમોટ વર્કિંગ કરી રહ્યા છે. ત્યારે વર્કફ્રોમ હોમ ક્લચરના કારણે પોર્ન એડિક્શન (Porn Addiction)માં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

ડેઈલી મેલના અહેવાલમાં જણાવાયું છે કે, કોરોના મહામારી દરમિયાન રિમોટ વર્કિંગ લોકોમાં પ્રિય બન્યું હતું. પરંતુ તે સાથે વિવિધ સમસ્યાને લઈને તબીબી સહાય મેળવવા માટે વર્ચ્યુઅલી સંપર્ક કરતા યુકેના નાગરિકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, પોર્ન જોવાની લાલસા માત્ર અમુક ક્લિક્સ દૂર રહે છે અને તેણે કેટલાક કેઝ્યુઅલ પોર્ન જોનારને વ્યસની બનાવી દીધા છે. જેમને પહેલાથી જ પોર્નની આદત હતી તેઓની સ્થિતિ વધારે બગાડી દીધી છે.

બ્રિટનમાં સૌથી મોટા સેક્સ અને પોર્ન વ્યસન દૂર કરવા માટેના ક્લિનિક લોરેલ સેન્ટરે જણાવ્યું હતું કે, હવે તેઓ દિવસમાં 14 કલાક સુધી પોર્ન જોતાં કેટલાક રિમોટ વર્કર્સની સારવાર કરી રહી છે. આ સેન્ટરના ક્લિનિકલ ડિરેક્ટર પૌલા હોલે MailOnlineને ટાંકીને જણાવ્યું હતું કે, WFHના કારણે લોકો કમ્પ્યુટરની સામે એકલા વધુ સમય વિતાવે છે. તેનો અર્થ એ છે કે, હવે લોકોને વધુ ચાન્સ મળી રહે છે, તમારે રાત્રે ઘરે ન પહોંચો ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, તમને દિવસ દરમિયાન પણ પોર્ન જોવાની ઈચ્છાઓ જાગી શકે છે.

આ પણ વાંચો- અમદાવાદની 50 પ્રાથમિક શાળાઓને વાગશે ખંભાતી તાળા? જાણો શુ છે કારણ

લોરેલ સેન્ટરમાં 2022ના પ્રથમ છ મહિનામાં લગભગ 750 પોર્ન વ્યસનીઓએ મુલાકાત લીધી હતી, જે સંખ્યા 2019 આખા વર્ષમાં માત્ર 950 જ હતી. પૌલા હોલે ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષે ક્લિનિકમાં આવતા દર્દીઓને વધુ સઘન સારવારની જરૂર છે.

આ પણ વાંચો- વલસાડમાં ચાર દીકરીઓને ઠંડા પીણામાં ઝેરી પ્રવાહી આપી માતાએ પણ પીધુઅહીં ઉલ્લેખનિય છે કે, વર્ક ફ્રોમ હોમન કારણે માત્ર પોર્ટ જોવાની કુટેવમાં જ વધારો નથી થયો, અન્ય શારીરિક અને માનસિક તકલીફો પણ સામે આવી છે. ઘણા કર્મચારીઓ ઘરેથી કામ કરવાના કારણે સ્થૂળતાનો ભોગ બન્યા છે. લાઇફસ્ટાઇલમાં આવેલું બહોળું પરિવર્તન ઘણા લોકોને માફક આવ્યું નથી.
First published: August 25, 2022, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading