સુખી ઘરની 45 વર્ષની મહિલા 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ, સાથે લઇ ગઈ 47 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: October 22, 2021, 6:30 PM IST
સુખી ઘરની 45 વર્ષની મહિલા 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ, સાથે લઇ ગઈ 47 લાખ રૂપિયા
પતિએ પત્નીની ગુમ થવાની ફરિયાદ પોલીસમાં (Police)નોંધાવી છે (પ્રતિકાત્મક તસવીર)

madhya pradesh news- સુખી અને સંપન્ન પરિવારની મહિલા પ્રેમમાં પાગલ બનીને પતિની જીવનભરની કમાણી લઇ ગઈ

  • Share this:
ઇન્દોર : મધ્ય પ્રદેશના (madhya pradesh)ઇન્દોરમાં (Indore)સુખી સંપન્ન પરિવારની એક પરિણીત મહિલા પોતાના પતિને છોડીને 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર (Auto Driver)સાથે ભાગી ગઈ છે. તે તેના પતિની જીવનભરની કમાણી 47 લાખ રૂપિયા પણ લઇ ગઈ છે. હવે પતિ પરેશાન છે. તેણે પત્નીની ગુમ થવાની ફરિયાદ પોલીસમાં (Police)નોંધાવી છે.

ઇન્દોરના ખજરાના પોલીસ સ્ટેશનમાં એક મહિલા ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના હાજી કોલોનીની છે. અહીં રહેતી એક સુખી-સંપન્ન પરિવારની મહિલા અચાનક ઘરમાંથી ગાયબ થઇ ગઈ હતી. મહિલાની ઉંમર લગભગ 45 વર્ષ છે. તેના પતિનું કહેવું છે કે તે પોતાનાથી લગભગ 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર પ્રેમી સાથે ભાગી ગઈ છે. સાથે ઘરમાંથી લાખો રૂપિયા, ઘરેણા પણ લઈ ગઈ છે. પતિની ફરિયાદ પર હવે પોલીસ અને પરિવારના સભ્યો વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાથી તપાસ કરી રહ્યા છે. જેથી કોઇ સાબિતી મળી શકે.

આ પણ વાંચો - જીવિત નીલગાયને ગળી ગયો 25 ફૂટનો લાંબો અજગર, જુઓ રુંવાંટા ઉભા થાય તેવો Video

સુખી અને સંપન્ન પરિવારની મહિલા

પોલીસ તે મહિલાના મોબાઇલ ફોન લોકેશનના આધારે જાવરા, રતલામ અને ઉજ્જૈનમાં રેડ કરી રહી છે. બંને સતત પોતાનું લોકેશન બદલી રહ્યા છે. આ જ કારણે બંને હજુ સુધી પોલસની પકડથી દૂર છે. મહિલા જે પરિવારની છે તે ઘણો સુખી અને સંપન્ન છે. પિયરના લોકો પણ ઘણા અમીર છે. પરિવારના સભ્યોએ હાલમાં જ એક જમીનનો સોદો કર્યો હતો. પતિનું કહેવું છે કે તેના બદલામાં 47 લાખની રકમ મળી હતી. જે તિજોરીમાં રાખ્યા હતા. તેનો વહીવટ પણ મહિલા જ કરતી હતી.

આ પણ વાંચો - બકરી ચરાવી રહેલા દલિત યુવકના મોઢામાં કાપડનો ડુચો નાખી દબંગોએ લોખંડની પાઇપથી કરી પિટાઇરિક્ષા ડ્રાઇવરે સાથે ભાગી ગઈ મહિલા

મહિલાના પતિએ પોલીસને જે નિવેદન આપ્યું છે તે પ્રમાણે પતિ ઘરેથી લગભગ આઠ દિવસથી ગાયબ છે. શરૂઆતમાં જ્યારે તે ઘરમાં ના મળી તો તેના મોબાઇલ પર ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ફોનથી સંપર્ક થઇ શક્યો ન હતો. જ્યારે ઘરની અંદર જોયું તો તિજોરીમાં રાખેલા પૈસા અને ઘરેણાં પણ ગાયબ હતા. બીજી તપાસ કરી તો ખબર પડી કે મહિલા એક રિક્ષા ડ્રાઇવર સાથે પ્રેમમાં હતી. મહિલાના ગુમ થયા પછી તે પણ ગાયબ છે. જેથી પરિવારની આશંકા છે કે બંને એક સાથે ગુમ થયા છે.

પોલીસને શરૂઆતની તપાસ કરી તો ફોનના આધારે બંનેના લોકેશન ઉજ્જૈન, રતલામ અને જાવરામાં મળ્યા છે. મહિલા અને પુરુષની ઉંમરમાં 13 વર્ષનો ગેપ છે.
Published by: Ashish Goyal
First published: October 22, 2021, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading