નાગપુરમાં તોફાની નદીમાં તણાઈ સ્કોર્પીઓ જીપ, છ લોકોના મોત, જુઓ live video

News18 Gujarati
Updated: July 12, 2022, 6:41 PM IST
નાગપુરમાં તોફાની નદીમાં તણાઈ સ્કોર્પીઓ જીપ, છ લોકોના મોત, જુઓ live video
નાગપુરમાં કાર તણાઈ

Scorpio jeep drown viral video: નાગપુરમાં પુરના પાણીમાં તોફાની બનેલી નદીમાં એક સ્કોર્પીઓ (Scorpio jeep drown) જીપ તણાઈ હતી. જેમાં છ લોકો સવાર હતા.

  • Share this:
નાગપુરઃ ગુજરાત સહિત (Gujarat heavy rain) મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ (Maharashtra heavy rain) પડી રહ્યો છે ત્યારે વાહનો તણાવાની ઘટનાઓ બનતી રહે છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. નાગપુરમાં પુરના પાણીમાં તોફાની બનેલી નદીમાં એક સ્કોર્પીઓ (Scorpio jeep drown) જીપ તણાઈ હતી. જેમાં છ લોકો સવાર હતા. પૂરના પાાણીમાં સ્કોર્પીઓ સાથે તણાતા છ લોકોના મોત નીપજ્યા હોાવનું સામે આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરની પરિસ્થિતિ વચ્ચે એક મોટી દુર્ઘટના ઘટી હતી. છ લોકો સાથે સવાર સ્કોર્પીઓ કાર નદીમાં પૂરના પાણીમાં તણાઈ હતી. આ તમામ છ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના રહેવાસી છ લોકો નાગપુરના સાવનેર તાલુકાના નાંદાગોમુખ ગામના રહેવાસી સુરેશ ઢોકેના ઘરે પ્રસંગમાં આવ્યા હતા. જ્યાં પ્રસંગ પતાવીને છ લોકો સ્કોર્પીઓ જીપમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા. જોકે, આ સમયે રસ્તામાં વચ્ચે નદીમાં પૂર આવ્યું હતું.

આ પણ વાંચોઃ-OMG! માછલી અને દેડકા આકાશમાંથી વરસ્યા હોવાનું સાંભળ્યું હશે! અહં વાંચો તેની પાછળનું કારણ

જોકે, નદીમાં આવેલા પૂરના પાણીની તાકાતનો અંદાજ લગાવ્યા વગર જ ડ્રાઈવરે પૂલ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને છ લોકો સાથેની કાર નદીના ધસમસતા પાણીમાં નાખી હતી. જોકે, પૂરના પાણીમાં સ્કોર્પિઓ કાર તણાઈ ગઈ હતી.. ઘટનાની જાણ થતાં જ નાંદા પોલીસ અને સ્થાનિક તંત્રએ બચાવની કામગીરી હાથધરી હતી. જોકે, પ્રાથમિક જાણકારીમાં તમામ છ લોકો મોતને ભેટ્યાં હતા.મળતી માહિતી પ્રમાણે સ્કોર્પિઓ કારમાં ડ્રાઈવરને છોડીને તમામ મહિલાઓ હતી. જે પુરના પાણીમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક તંત્રએ છ પૈકી ત્રણ લોકોની લાશો મળી આવી હતી. બાકીના ત્રણ લોકો હજી ગુમ હોવાના સમાચાર મળી રહ્યા છે.
Published by: ankit patel
First published: July 12, 2022, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading