સંજય રાઉતે કસ્ટડીમાં રહેલા આર્યન ખાનનો નવો વીડિયો શેર કર્યો, કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરેની વાત સાચી ઠરી રહી છે.’

News18 Gujarati
Updated: October 25, 2021, 12:52 PM IST
સંજય રાઉતે કસ્ટડીમાં રહેલા આર્યન ખાનનો નવો વીડિયો શેર કર્યો, કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરેની વાત સાચી ઠરી રહી છે.’
આર્યન ખાને જામીન માટે બોમ્બે હાઈ કોર્ટને અપ્રોચ કરી છે. (Image- PTI)

શિવ સેનાના એમપી સંજય રાઉતે (Sanjay Raut) રવિવારે કહ્યું કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ મુંબઈ ડ્રગ્સ કેસના એક સાક્ષીને કોરા કાગળ પર સહી કરાવી એ બાબત ચોંકાવનારી છે.

  • Share this:
શિવ સેનાના એમપી સંજય રાઉતે (Sanjay Raut) રવિવારે કહ્યું કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ મુંબઈ ડ્રગ્સ કેસના એક સાક્ષીને કોરા કાગળ પર સહી કરાવી એ બાબત ચોંકાવનારી છે. તેમણે પોલિસને આ બાબતે સ્વતઃ સંજ્ઞાન (suo moto cognisance) લેવાનું કહ્યું છે.

રાઉતે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં એક્ટર શાહરુખ ખાનનો દીકરો અને કેસનો એક આરોપી આર્યન ખાન પ્રાઈવેટ ઇન્વેસ્ટીગેટર કિરણ ગોસાવીની બાજુમાં બેઠો છે અને ફોન પર વાત કરી રહ્યો છે.

ક્રૂઝ રેવ પાર્ટી કેસના એક સાક્ષી પ્રભાકર સાઇલે દાવો કર્યો હતો કે આર્યન ખાનની ધરપકડ બાદ એનસીબીએ તેની પાસે નવ-દસ કોરા કાગળમાં સહી કરાવી હતી. એફિડેવિટમાં સાઇલે એવું પણ જણાવ્યું છે કે તેણે ગોસાવીને 18 કરોડ રૂપિયાની ડીલ વિશે વાત કરતા સાંભળ્યા હતા, જેમાંથી 8 કરોડ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાની વાત હતી.

રાઉતે ટ્વીટમાં લખ્યું કે, ‘આ ઉપરાંત એવી રિપોર્ટ પણ છે કે મોટી રકમની માંગણી થઈ હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આવા કેસ (ડ્રગ બસ્ટ) જાણીજોઈને મહારાષ્ટ્રને બદનામ કરવા માટે ઉપજાવવામાં આવે છે. એ વાત સાચી બની રહી છે.’રવિવાર બપોરે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાઉતે ટ્વિટ કરેલો વિડીયો સાઇલે રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિડીયો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઓફિસની અંદર શૂટ કરવામાં આવ્યો છે.

એ પહેલા રવિવારે સાઇલે દાવો કર્યો હતો કે ગોસાવી, સેમ ડિસુઝા અને પૂજા દાદલાની નામની મહિલાએ ત્રીજી ઓક્ટોબરે એક કારમાં વાતચીત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ દાદલાની શાહરુખ ખાનની મેનેજર છે. જોકે, એફિડેવિટમાં આ વાતનો કોઈ ઉલ્લેખ નથી. પ્રભાકર સાઇલે એવું પણ કહ્યું હતું કે ગોસાવી ગુમ થઈ ગયો હતો અને તેને પણ પોતાની જાનનું જોખમ લાગે છે.

આ પણ વાંચો: Mumbai Drugs Case: ‘25 કરોડની ડીલ’થી કેસમાં નવો વળાંક આવ્યો, NCBના વાનખેડેએ સુરક્ષાની માંગ કરી

એફિડેવિટ મુજબ, ‘જેમ મોટા કેસમાં જોવા મળે છે કે સાક્ષીઓનું અપહરણ અથવા તો તેમનું ખૂન થઈ જાય છે અને હું એટલે જ સત્ય બહાર લાવવા માગું છું.’

ગોસાવી પણ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોનો આ કેસનો સાક્ષી છે. તેની આર્યન ખાન સાથેની સેલ્ફી વાયરલ થઈ હતી.

આર્યન ખાનનો ડ્રગ કેસ
આર્યન ખાન અને સાત અન્ય લોકો બીજી ઓક્ટોબરે ક્રૂઝ રેવ પાર્ટીમાં એનસીબી દ્વારા પાડવામાં આવેલી રેઇડમાં પકડાયા હતા. એજન્સીએ કહ્યું હતું કે તેમણે 13 ગ્રામ કોકેઈન, 5 ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ચરસ, MDMAની 22 પિલ્સ અને 1.3 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા.

મુંબઈમાં સ્પેશ્યલ કોર્ટે જામીન રદ કરતા આર્યન ખાન કસ્ટડીમાં છે અને તેણે જામીન માટે બોમ્બે હાઈ કોર્ટને અપ્રોચ કરી છે.

આ પણ વાંચો: T20 World Cup મેચમાં પાકિસ્તાનની જીત પર ભારતના નેતાઓએ કેવી પ્રતિક્રિયા આપી?

ખાનના વકીલોએ કોર્ટમાં વારંવાર દલીલ કરી છે કે તેના કબજામાંથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી.

જોકે, બુધવારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ કોર્ટના જજ વી.વી. પાટીલે આ દલીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે ખાનને ખબર હતી કે સહઆરોપી અરબાઝ મર્ચન્ટે પાર્ટીમાં તેના જૂતામાં માદક દ્રવ્યો છૂપાવ્યા હતા. પાટીલે કહ્યું કે આ ‘સભાન કબજો’ છે.
Published by: Nirali Dave
First published: October 25, 2021, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading