સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો, અસલી શિવસેના કોણ? હવે ચૂંટણી પંચ લેશે નિર્ણય

News18 Gujarati
Updated: September 27, 2022, 6:08 PM IST
સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો, અસલી શિવસેના કોણ? હવે ચૂંટણી પંચ લેશે નિર્ણય
શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

સિનિયર એકવોકેટ સિબ્બલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી કે, આજે ચલણમાં એ છે કે, લોકો રાજ્યપાલ પાસે આવે છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉખેડી ફેંકે છે. લોકતંત્ર કઈ બાજૂ જઈ રહ્યું છે ? આવી રીતે કોઈ સરકાર ચાલી શકે નહીં.

  • Share this:
 નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર મંગળવારે સુનાવણી થઈ હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ મામલામા ચૂંટણી પંચને કાર્યવાહી કરતા રોકવા માટેની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના પર ચુકાદો મુખ્યમંત્રી એકનાથ શિંદેના પક્ષમાં સંભળાવ્યો છે અને ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવાની ના પાડી છે. હવે ચૂંટણી પંચ શિવસેનાને ચૂંટણી ચિન્હ પર પોતાની કાર્યવાહીને આગળ વધારી શકશે. કોર્ટે આ સંવિધાનની પીઠને આ મામલામાં પાછલી સુનાવણી સાત સપ્ટેમ્બરે કરી હતી.

ઉદ્ધવ ઠાકરે તરફથી સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે દલીલો રજૂ કરી હતી. સિબ્બલે કહ્યું કે, આ બધું 20 જૂનથી શરુ થયું જ્યારે શિવસેનાના એક ધારાસભ્ય એક સીટ હારી ગયા. ધારાસભ્ય દળની બેઠક બોલાવામાં આવી. બાદમાં તેમાંથી અમુક ગુજરાત અને પછી ગુવાહટી ચાલ્યા ગયા. તેમને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું પણ જ્યારે તેઓ એક વાર હાજર ન રહ્યા તો, તેમને વિધાનસભામાં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા

સિબ્બલના તર્ક કામે ન લાગ્યાસિબ્બલે કહ્યુ કે, બાદમાં તેમણે કહ્યું કે, અમે આપને પાર્ટીના નેતા તરીકે નથી માનતા અને નવા વ્હીપ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારે ખબર પડી કે, તેઓ ભાજપ સાથે અલગ સરકાર બનાવા માગે છે. 29 જૂને આ કોર્ટે એક આદેશ પસાર કરતા કહ્યું કે, વિધાનસભાને યોગ્ય વિચાર કર્યા બાદ આગળ વધવુ જોઈએ. બાદમાં કહેવાયુ કે, સર્વોચ્ચ અદાલત સમક્ષ કાર્યવાહીના પરિણામ અધીન વિશ્વાસ મત થશે. તેને અર્થ છે કે, સીએમનું કાર્યાલય અને વિધાનસભાની કાર્યવાહી આ કોર્ટના નિર્ણયને અધીન છે. 19 જૂલાઈએ એકલા એકનાથ શિંદે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક દિવસ: ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે જૂથની સુનાવણીનું જીવંત પ્રસારણ થયું

શિવસેનાના નામ પર સરકાર બનાવી શકો નહીં- સિબ્બલ

સિબ્બલે કહ્યુ કે, જે ધારાસભ્ય અલગ થયા તે શિવસેનાના હતા. તે અલગ થવા પર અન્ય પાર્ટી સાથે સરકાર બનાવી શકતા હતા, પણ શિવસેના પર આધિપત્યના આધાર પર સરકાર ન બનાવી શકે. સિબ્બલે કહ્યું કે, ધારાસભઅય કોઈ અન્ય પાર્ટીની સાથે જાય છે અથવા અલગ થાય છે, તો તે પાર્ટીનું સભ્યપદ ખોઈ બેસે છે. તે ખુદ પાર્ટી પર કબ્જો લઈ શકે નહીં. સિબ્બલે કહ્યું કે, પાર્ટી તોડવાની સ્થિતિમાં તે વિધાસભામાં પાર્ટીના સભ્ય તરીકે કેવી રીતે આવી શકે છે.

સિબ્બલે લોકતંત્રનો હવાલો આપ્યો


સિબ્બલે કહ્યું કે, તેઓ કેવી રીતે કહી શકે કે એક પાર્ટીમાં અલગ અલગ જૂથ છે. જે લોકો તેના વિપરીત મતદાન કરે છે, જ્યારે એ સ્પષ્ટ છે કે, તે એક રાજકીય દળના કંટ્રોલમાં છે. તે આ પાર્ટીના પ્રતિનિધિ છે. તે સ્વતંત્ર નથી. ત્યારે આવા સમયે તેમનું આગળનું પગલું અયોગ્યતા છે. સિબ્બલે કહ્યુ કે, આજે ચલણ એ છે કે, લોકો રાજ્યપાલ પાસે જાય છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉખાડી ફેંકે છે. લોકતંત્ર કઈ બાજૂ જઈ રહ્યું છે ? આવી રીતે કોઈ સરકાર કેવી રીતે ચાલી શકે. સિબ્બલે કહ્યું કે, જો ચૂંટણી પંચ કોઈ નિર્ણય લે છે, તો કોર્ટમાં પેન્ડીંગ કેસનો કોઈ અર્થ રહેતો નથી.
Published by: Pravin Makwana
First published: September 27, 2022, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading