ઘરે જઈ રહેલા બાઇક સવારની નેશનલ હાઇવે પર ગોળી મારીને હત્યા, જૂની અદાવતનો આવ્યો કરૂણ અંજામ

News18 Gujarati
Updated: July 6, 2021, 8:38 AM IST
ઘરે જઈ રહેલા બાઇક સવારની નેશનલ હાઇવે પર ગોળી મારીને હત્યા, જૂની અદાવતનો આવ્યો કરૂણ અંજામ
રાત્રે 9 વાગ્યે નર્સરીથી ઘરે જઈ રહેલા અરૂણને પુલ ઉપર આંતરીને ગોળી મારી દીધી, હત્યારો થઈ ગયા છૂમંતર

રાત્રે 9 વાગ્યે નર્સરીથી ઘરે જઈ રહેલા અરૂણને પુલ ઉપર આંતરીને ગોળી મારી દીધી, હત્યારો થઈ ગયા છૂમંતર

  • Share this:
કુમાર પ્રવીણ, પૂર્ણિયા, બિહાર (Bihar)ના પૂર્ણિયા (Purnia Crime News)માં એક પછી નોંધાઈ રહેલી અપરાધિક ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. સોમવારે અપરાધીઓએ નેશનલ હાઇવે-57 (NH-57) પર અરુણ યાદવ નામના એક શખ્સની ગોળી મારીને હત્યા (Murder) કરી દીધી. ઘટના બાદ આક્રોશિત લોકોએ એક કલાક સુધી નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દીધો. જેના કારણે અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) ત્યાં દોડી આવી અને ઘણી મહેનત બાદ ચક્કાજામ દૂર કરાવ્યો.

મૃતકના પુત્ર કન્હૈયા યાદવે કહ્યું કે, તેના પિતા અરુણ યાદવ નર્સરીમાં કામ કરતા હતા. રાત્રે લગભગ 9 વાગ્યે તેઓ બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર તેમને ગોળી મારવામાં આવી. ગોળી વાગતાં જ ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. સૂચના મળતાં જ લોકો ત્યાં પહોંચ્યા તો જોયું કે તેના પિતા મરેલા પડ્યા છે. કન્હૈયાએ કહ્યું કે, તેના પિતાએ એક મહિના પહેલા એક વ્યક્તિ પર ધમકી આપવા અને દુશ્મનીનો આરોપ લગાવ્યો હતો. આશંકા છે કે તે વ્યક્તિએ જ ગોળી મારીને હત્યા કરી છે. મૃતકના ભાઈ સચ્ચિદાનંદ યાદવે કહ્યું કે કોણે ગોળી મારી છે તેની તેમણે જાણકારી નથી.

આ પણ વાંચો, સગી કાકીએ ફિલ્મી સ્ટાઇલમાં સવા વર્ષના ભત્રીજાનું કર્યું અપહરણ, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

ઘટનાસ્થળે પહોંચેલા આરજેડીના જિલ્લા યુવા અધ્યક્ષ નવીન યાદવે કહ્યું કે, આ સ્થળે જ છેલ્લા એક સપ્તાહમાં ચાર મોટી ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પોલીસ એક્શનમાં આવતી નથી. ઘટનાના વિરોધમાં આક્રોશિત લોકોએ લગભગ એક કલાક સુધી રોડ પર જામ કરી દીધો. લોકોની માંગ છે કે અપરાધીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે. ઘટનાસ્થળે પહોંચેલા એસડીપીઓ આનંદ પાંડેએ ઘટનાસ્થળની તપાસ કરી.

આ પણ વાંચો, ધનબાદઃ જમીન વિવાદમાં પોલીસે મહિલા પર વરસાવી લાઠીઓ, Video વાયરલ


નોંધનીય છે કે, પૂર્ણિયામાં ગત એક સપ્તાહમાં ત્રણ લોકોની હત્યા થઈ છે, જ્યાર લૂંટની ચાર ઘટના અને એક અપહરણની ઘટના નોંધાઈ છે. ગત રવિવારે પણ એરફોર્સ કર્મી સુરેન્દ્ર યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા લાઇન બજારમાં પરસ્પર લેવડ-દેવડમાં મકાઈના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે આ મામલામાં પોલીસે બે અપરાધીઓની ધરપકડ કરી લીધી હતી. પાંચ દિવસ પહેલા એક વેપારીની ગોળી મારીને 3.70 લાખની લૂંટ કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા કાર સવારને ગોળી મારવામાં આવી હતી. મોટાભાગની ઘટનાઓમાં પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે.
Published by: Mrunal Bhojak
First published: July 6, 2021, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading