શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ, જન્માષ્ટમી કાર્યક્રમમાં થયા હતા સામેલ

News18 Gujarati
Updated: August 13, 2020, 12:19 PM IST
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ, જન્માષ્ટમી કાર્યક્રમમાં થયા હતા સામેલ
જન્માષ્ટમીની ઉજવણી કરવા મથુરા પહોંચેલા મહંત નૃત્ય ગોપાલ દાસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતું

જન્માષ્ટમીની ઉજવણી કરવા મથુરા પહોંચેલા મહંત નૃત્ય ગોપાલ દાસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતું

  • Share this:
અનામિકા સિંહ, મથુરાઃ કૃષ્ણ જન્માષ્ટમી (Krishna Janmashtami) પ્રસંગે મથુરા (Mathura) પહોંચેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shriram Janambhumi Teerth Kshetra Trust)ના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ (Mahant Nritya Gopal Das)ની તબિયત અચાનક ખરાબ થઈ છે. સૂત્રો મુજબ, તેમને શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ત્યારબાદ તેમને ઓક્સિજન આપવામાં આવ્યો છે. કોરોનાના લક્ષણ જોવા મળતાં તેમની તપાસ કરાવવામાં આવી છે જેમાં તેઓ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેની જાણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ડીએમ મથુરા અને મેદાંતા હૉસ્પિટલના ડૉ. ત્રેહાને તેમને મેડિકલ સુવિધા પૂરા પાડવાના નિર્દેશ આપ્યા છે.

દર વર્ષની જેમ મહંત નૃત્ય ગોપાલ દાસ જન્માષ્ટમીના પ્રસંગે મથુરા પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત અચાનક બગડી ગઈ. તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે. તાત્કાલિક ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા. તબિયત બગડ્યા બાદ ડીએમ મથુરા સહિત આગ્રાના સીએમઓ તથા અન્ય ડૉક્ટર સારવાર માટે સીતારામ આશ્રમ પહોંચ્યા. સાથોસાથ કોવિડ-19ની ટીમ પણ આશ્રમ પહોંચી.

આ પણ વાંચો, ખુશખબર! ટ્રમ્પે H-1B વીઝા નિયમોમાં આપી ઢીલ, ભારતીયો કામ પર પરત ફરી શકશે

CM યોગીએ પૂછ્યા ખબર-અંતર

બીજી તરફ, નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડવા અંગેની માહિતી મળતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ફોન પર તેમના ખબર-અંતર પૂછ્યા. તેઓએ નૃત્ય ગોપાલ દાસના જલદીથી સાજા થવાની કામના પણ કરી.

આ પણ વાંચો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની ઉડી અફવા, પરિવાર અને હૉસ્પિટલે કહ્યું- આ વાત ખોટી છે

નોંધનીય છે કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંગળવાર સાંજે મથુરા પહોંચ્યા હતા. તેઓ પોતાની સાથે સરયૂ નદીનું પાવન જળ લઈને આવ્યા હતા. આ વખતે કૃષ્ણ જન્મસ્થાન પર કાન્હા પર ત્રણ નદીઓન જળથી અભિષેક કરવામાં આવ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: August 13, 2020, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading