'સંજીવની-ટીકા જિંદગી કા' : સોનુ સુદે કહ્યું, 'વેક્સીન લેવા માટે પ્રેરણા આપો, વહેમ કરો દૂર'

News18 Gujarati
Updated: April 7, 2021, 2:13 PM IST
'સંજીવની-ટીકા જિંદગી કા' : સોનુ સુદે કહ્યું, 'વેક્સીન લેવા માટે પ્રેરણા આપો, વહેમ કરો દૂર'
સોનું સુદે વેક્સીન અંગે આપ્યો જાગૉતિનો સંદેશો

સોનુ સુદે જણાવ્યું કે, 'લોકો પોતાના પરિવાર અને દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે કોવિડ-19 વિરોધી રસી મૂકાવે'

  • Share this:
અટારી બોર્ડર (અમૃતસર) નેટવર્ક18 અને ફેડરલ બેંક દ્વારા બુધવારે બીએસએફના મહાનિદેશક રાકેશ અસ્થાના અને સોનુ સુદની ઉપસ્થિતિમાં કોવીડ-19 વેક્સીનેશન વિશે જાગૃતિ અભિયાન 'સંજીવની ટીકા જિંદગી કા' લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેન દરમિયાન કેમ્પેનના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ દ્વારા જાતે રસી લેવામાં આવી હતી. તેમણે કહ્યું 'મને એ વીતેલુ વર્ષ યાદ છે જ્યારે પ્રવાસીઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તેમને સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા હતા. આજે આપણી પાસે રસી છે. હું સૌને અપીલ કરું છું જેમનો વારો આવે તેઓ સૌ રસી લગાવે'

વિશ્વ સ્વાસ્થ્ય દિવસે શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો હેતુ કોવીડ-19ની રસી અંગે લોકજાગૃતિ કેળવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને એ જાણકારી પણ આપવામાં આવશે કે વેક્સીન શા માટે જરૂરી છે. આ કાર્યક્રમ દરમિયાન ફેડરલ બેંકના એમડી અને સીઈઓ શ્યામ શ્રીનિવાસન પણ ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સુદે જણાવ્યુ કે 'લોકોએ પોતાના પરિવાર અને દેશને સુરક્ષિત રાખવા માટે રસી લેવી જોઈએ. આવશ્યક છે કે આપણે આજુબાજુનાં લોકોને સુરક્ષિત રાખવા માટે વેક્સીન લગાવીએ અને વેક્સી લેવાની પ્રેરણા આપીએ. આપણે વેક્સીન સાથે જોડાયેલા વહેનને દૂર કરે'

આ પણ વાંચો : બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, Video થયો Viral

હું ખુદ સંશોધનમાં લાગેલો છું- અદાર પૂનાવાલા

આ અંતર્ગત CNN-NEWS18 દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતમાં પૂનાવાલાએ દાવો કર્યો કે તેમની કંપની દ્વારા નિર્મીત ઑક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીન- Covishield ના ઉપયોગ પછી અન્ય કોઈ બૂસ્ટરડોઝની આવશ્યકતા નથી.થોડા મહિલા પહેલાં વેક્સીનને ન્યૂરોલૉજિકલ સમસ્યાઓ સાથે જોડવામાં આવી રહી હતી.

આ પણ વાંચો :ધૈર્યરાજના ઇન્જેક્શન માટે એકઠા થયા 16 કરોડ 3 લાખ રૂપિયા, પિતાએ જણાવ્યું કેવી રીતે થશે સારવાર

હવે લોહીના ઢેફા બનતા હોવાની વાત કહેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે દેશના અલગ અલગ સ્વાસ્થ્ય મંત્રાલયો અને, આંતરાષ્ટ્રીય સંસ્થા ડબલ્યૂએચઓ દ્વારા મે પણ આ મામલે તપાસ અને સંસોધન કર્યુ છે અને તે શરૂ છે. પૂનાવાલાએ કહ્યું કે કેટલીક રસીમાં બૂસ્ટર ડૉઝની જરૂર પડે છે પરંતુ અમારી વેક્સીનમાં કોઈ બૂસ્ટરડોઝની જરૂર નથી.
Published by: Jay Mishra
First published: April 7, 2021, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading