સોનુ સૂદની બહેન માલવિકા રાજકારણમાં ઝંપલાવશે, લડશે પંજાબ વિધાનસભા ચૂંટણી

News18 Gujarati
Updated: November 14, 2021, 3:02 PM IST
સોનુ સૂદની બહેન માલવિકા રાજકારણમાં ઝંપલાવશે, લડશે પંજાબ વિધાનસભા ચૂંટણી
ફાઇલ તસવીર

Sonu Sood in Punjab Elections: માલવિકા તાજેતરમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીને મળી હતી.

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સોનુ સૂદની (Sonu Sood) બહેન માલવિકા સૂદ (Malvika Sood) પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) લડવા જઈ રહી છે. રવિવારે ખુદ અભિનેતાએ આની જાહેરાત કરી છે. જોકે, તે કયા પક્ષમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે જાણી શકાયું નથી. અગાઉ એવા અહેવાલ હતા કે, અભિનેતા પોતે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને 'દેશ કા મેન્ટર' પહેલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા હતા.

મોગામાં પોતાના નિવાસસ્થાને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, 'માલવિકા તૈયાર છે. લોકોની સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા અજોડ છે. તેમણે કહ્યું કે, રાજકીય પક્ષમાં જોડાવું એ જીવનનો મોટો નિર્ણય છે. તેમણે કહ્યું, 'તેનો સૌથી વધુ સંબંધ વિચારધારા સાથે હોય છે, મીટિંગ્સ સાથે નહીં.' જ્યારે પાર્ટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું, 'અમે યોગ્ય સમયે પાર્ટી વિશે માહિતી આપીશું.'

માલવિકા તાજેતરમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીને મળી હતી અને તે જ સમયે તે "આપના અરવિંદ કેજરીવાલ અને શિરોમણી અકાલી દળના સુખબીર સિંહ બાદલ સાથે મળવા માટે તૈયાર છે".

તેણે વધુમાં જણાવ્યુ કે, પહેલા માલવિકાને સમર્થન આપવુ જરુરી છે અને અહીંયા મોગામાં અમારા મૂળિયા છે. સ્વાસ્થ્યનો મુદ્દો માલવિકાની પહેલી પ્રાથમિકતા હશે.તે જો ચૂંટણી જીતશે તો લોકોને મફત સારવાર મળે તેવા પ્રયત્ન કરશે અને સાથે સાથે બેકારીનો અને ડ્રગ્સના દૂષણનો મુદ્દો પણ ઉઠાવશે.

અહેવાલ છે કે, અભિનેતા થોડા સમય પહેલા મુખ્યમંત્રી ચન્નીને મળ્યા હતા. અગાઉ, સીએમ કેજરીવાલ સાથેની મુલાકાત પછી, એવી અટકળો હતી કે, તેઓ પંજાબ ચૂંટણીમાં AAP ઉમેદવાર તરીકે રાજકીય ઇનિંગ પણ શરૂ કરી શકે છે. જોકે, તે બેઠક દરમિયાન તેમણે પત્રકારોને કહ્યું કે, 'રાજનીતિ પર ચર્ચા થઈ નથી.'
Published by: Kaushal Pancholi
First published: November 14, 2021, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading