ચમત્કારી બચાવનો live video, જુઓ 'સુપરહીરો'એ કેવી રીતે સ્પીડમાં વળાંક લેતી રીક્ષાને પલટી મારતા બચાવી

News18 Gujarati
Updated: June 19, 2021, 8:23 PM IST
ચમત્કારી બચાવનો live video, જુઓ 'સુપરહીરો'એ કેવી રીતે સ્પીડમાં વળાંક લેતી રીક્ષાને પલટી મારતા બચાવી
સીસીટીવી પરથી તસવીર

તીખો વળાંક હોવાના કારણે ટર્ન લેવા જતાં રીક્ષાનું એક બાજુનું ટાયર ઉંચું થઈ જાય છે. અને બીજી તરફ નમવા લાગે છે. આ સમયે રીક્ષામાં ડ્રાઈવર સિવાય કોઈ ન હતું.

  • Share this:
નવી દિલ્હીઃ સામન્ય રીતે આપણે સુપરહીરોની (superhero) કહાનીઓ (story) ફિલ્મોમાં જોઈ છે અને ક્યાંક પુસ્તકોમાં વાંચી હશે. સુપરહીરોની વાત આવે ત્યારે એજ ફિલ્મોના કિરદાર આપણી નજર સમક્ષ તરતા થઈ જાય છે. પરંતુ તાજેતરમાં એક એવા સુપરહીરોનો વીડિયો (super hero video) સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થઈ રહ્યો છે.

જેણે રીક્ષાને પલટી ખાતા (Rickshaw overturn saved) બચાવીને દુર્ઘટના થતાં અટકાવી હતી. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઈ હતી. અને પછી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતો આ વીડિયો ક્યાંનો છે એ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ આ વીડિયો ટ્વીટર ઉપર 17 જુલાઈ 2021ના રોજ સાંજના 7.6 વાગ્યાએ ડોક્ટર અજાયિતા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'In India, anyone could be a superhero.' (ભારતમાં કોઈપણ સુપરહીરો બની શકે છે)

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

વીડિયોમાં જોઈ શકાય છે કે એક સામાન્ય માણસ રસ્તા કિનારે ઊભો હતો. ત્યારે વધારે ગતિથી એક ઓટો રીક્ષા ત્યાં આવે છે. જોકે તીખો વળાંક હોવાના કારણે ટર્ન લેવા જતાં રીક્ષાનું એક બાજુનું ટાયર ઉંચું થઈ જાય છે. અને બીજી તરફ નમવા લાગે છે. આ સમયે રીક્ષામાં ડ્રાઈવર સિવાય કોઈ ન હતું.આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

જોકે, સામાન્ય માણસ જ્યાં ઊભો હતો ત્યાં રીક્ષા નમતા માણસે રીક્ષાને ધક્કો મારી તેની સાથે આગળ ધપ્યો હતો. અને રીક્ષાને પલટી મારતા બચાવી લીધી હતી. આ સામાન્ય માણસમાંથી સુપરહીરોની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.રીક્ષાને પલ્ટી મારતા બચાવવા બદલ રીક્ષા ચાલકે સુપરહીરોનો આભાર માન્યો હતો. અને ત્યાંથી જતો રહ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ વીડિયોને 2.9 લાખ લોકો જોઈ ચૂક્યા છે. 2.8 લોકો લાઈક કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયો જોઈને સામાન્ય માણસના વખાણ કરવાનું શરૂ કર્યું હતું. 8 સેકન્ડનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.
Published by: ankit patel
First published: June 19, 2021, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading