સુપ્રીમ કોર્ટે આર્ય સમાજમાં લગ્ન પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે પહેલાની જેમ સરળતાથી લગ્ન કરી શકાશે

News18 Gujarati
Updated: April 6, 2022, 8:58 AM IST
સુપ્રીમ કોર્ટે આર્ય સમાજમાં લગ્ન પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે પહેલાની જેમ સરળતાથી લગ્ન કરી શકાશે
સુપ્રીમ કોર્ટ આર્ય સમાજમાં લગ્ન પરનો પ્રતિબંધ હટાવ્યો

મધ્યપ્રદેશ હાઈકોર્ટે (MP high court) આર્ય સમાજ મંદિરમાં આયોજિત લગ્નો પર પ્રતિબંધ મૂકતા આદેશ આપ્યો હતો કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની જોગવાઈઓ આવા લગ્નો પર પણ લાગુ થવી જોઈએ. આર્ય સમાજ મંદિરને આ નિયમો અને શરતોનું પાલન કર્યા વિના લગ્નનું પ્રમાણપત્ર આપવાનો અધિકાર નથી. માત્ર સક્ષમ અધિકારી જ લગ્ન પ્રમાણપત્રો જાહેર કરી શકે છે. હવે સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂક્યો છે.

  • Share this:
મધ્યપ્રદેશના આર્ય સમાજ મંદિરમાં લગ્ન (Arya samaj marriage) કરનારાઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આવા લગ્નોના પ્રમાણપત્રો જાહેર કરવા પર પ્રતિબંધ લગાવવાના ગ્વાલિયર હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. હાઈકોર્ટે (MP high court) પોતાના આદેશમાં કહ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954ની જોગવાઈઓ આર્ય સમાજ મંદિરમાં યોજાતા લગ્નો પર પણ લાગુ થવી જોઈએ. આર્ય સમાજ મંદિરને આ નિયમો અને શરતોનું પાલન કર્યા વિના લગ્નનું પ્રમાણપત્ર આપવાનો અધિકાર નથી. સક્ષમ અધિકારી દ્વારા જ મેરેજ સર્ટિફિકેટ જાહેર કરી શકાય છે.

આર્ય સમાજી લગ્નો 1937માં બનેલા આર્ય મેરેજ વેલિડેશન એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ 1955 દ્વારા નિયંત્રિત થાય છે. અહીં લાંબી કાનૂની પ્રક્રિયાને બદલે સરળતાથી લગ્ન કરી શકાય છે. આ માટે વર અને કન્યા બંને હિન્દુ હોવા જરૂરી નથી. એક પક્ષ હિંદુ હોવો જોઈએ. આર્ય સમાજમાં આંતરજ્ઞાતિય લગ્નો પણ થાય છે. તેનાથી વિપરીત, સ્પેશિયલ મેરેજ એક્ટ કોઈપણ બે ધર્મના લોકોના લગ્નને લાગુ પડે છે. અહીં લગ્નની નોંધણી કરવા માટે સૌપ્રથમ નોટિસ જાહેર કરવાની, લગ્નની નોટબુકમાં નોંધ કરવાની, તે નોટિસ સામે વાંધો લેવાની અને સંતોષ પછી જ સક્ષમ અધિકારી દ્વારા લગ્નનું પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે. તે ઘણો સમય લે છે.

આ પણ વાંચો - Russia-Ukraine war: ભારતે UNSCમાં બુચા હત્યાકાંડની કરી નિંદા, સ્વતંત્ર તપાસની માંગ

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, ગયા વર્ષે 17 ડિસેમ્બરે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્ય સમાજ મંદિરમાં યોજાતા લગ્નોમાં સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 5 થી 8 લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. ડિસેમ્બર 2019માં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરનાર યુગલની સુરક્ષાની માંગ કરતી અરજી પર હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. મધ્ય ભારત આર્ય પ્રતિનિધિ સભાએ આને સુપ્રીમ કોર્ટમાં પડકારતા કહ્યું કે આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. આ અંતર્ગત એક સદી કરતા પણ વધુ સમયથી લગ્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે હિંદુ પર્સનલ લો પણ અસ્તિત્વમાં નથી આવ્યો. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે જો કે એમપી હાઈકોર્ટનો આદેશ માત્ર તે રાજ્ય પૂરતો મર્યાદિત છે, પરંતુ દેશભરમાં આર્યસમાજી લગ્નો પર તેની અસર પડવાનો ભય છે.

આ પણ વાંચો - દિલ્હી: 13 વર્ષનાં સગીરે 8 વર્ષનાં બાળકનું કર્યું અપહરણ, પછી જીવથી મારી નાંખ્યો, જાણો સંપૂર્ણ કિસ્સો

વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને દલીલ કરી હતી કે હાઈકોર્ટનો આદેશ આર્ય સમાજની ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના મૂળભૂત અધિકારોમાં દખલ સમાન છે. હાઇકોર્ટે લગ્નો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કરતી વખતે પોતાની જ કોર્ટના આદેશ પર ધ્યાન આપ્યું ન હતું, જેમાં સિંગલ બેંચના નિર્ણય પર આર્યસમાજી લગ્નો પર સ્ટે મૂક્યો હતો. સુનાવણી બાદ જસ્ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રોયની સુપ્રીમ કોર્ટની બેન્ચે ગ્વાલિયર હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવ્યો હતો અને મધ્યપ્રદેશ સરકારને નોટિસ જાહેર કરીને જવાબ આપવા કહ્યું હતું.
Published by: Bhavyata Gadkari
First published: April 6, 2022, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading