હવે સૂરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપ્રમુખ હશે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ- સૂત્ર

News18 Gujarati
Updated: January 10, 2021, 3:15 PM IST
હવે સૂરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપ્રમુખ હશે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ- સૂત્ર
સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી (Photo: Reuters)

સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપ્રુમખ ચંદ્રિકાપ્રસાદ સંતોષી 26 જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય અતિથિ હશે - સૂત્ર

  • Share this:
નવી દિલ્હીઃ સૂરીનામ (Suriname) ગણરાજ્યના રાષ્ટ્રપ્રુમખ ચંદ્રિકાપ્રસાદ સંતોષી (Chandrikapersad Santokhi) 26 જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ પરેડ (Republic Day Parade)માં મુખ્ય અતિથિ હશે. સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય મૂળના સંતોષી રાજપથ પરેડમાં સામેલ થશે.

આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (Boris Johnsin) ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસ (Coronavirus New Strain)ના નવા સ્ટ્રેનથી વધેલા પ્રકોપને કારણે તેઓએ પોતાની ભારત યાત્રા રદ કરી દીધી હતી. ત્યારબાદ સરકાર તરફથી સૂરીનામના રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેઓએ તેને સહર્ષ સ્વીકારી લીધું છે.

આ પણ વાંચો, બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને લખ્યો પત્ર- તાત્કાલિક માંગ્યા કોરોના વેક્સીનના 20 લાખ ડોઝ

સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ આ પહેલા શનિવારે પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. જ્યાં તેઓએ પોતાના દેશ અને ભારતની વચ્ચે લોકોની મુક્ત અવર-જવર માટે એક પ્રસ્તાવ આપ્યો. તેની સાથે જ તેઓએ દ્વીપક્ષીય વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનું સમર્થન કર્યું.

આ પણ વાંચો, Covid-19 Vaccine: મમતા બેનર્જીની જાહેરાત- બંગાળમાં મફતમાં આપવામાં આવશે કોરોનાની વેક્સીન
સૂરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપ્રમુખે પ્રવાસી ભારતીય દિવસના ડિજિટલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, સૂરીનામથી ભારત આવનારા યાત્રીઓ માટે વીઝા પરમીટ સમાપ્ત કરીને આ દિશામાં પહેલું પગલું ઉઠાવવા માટે સૂરીનામ તૈયાર છે. તેઓએ કહ્યું કે વ્યાપાર અને પર્યટનના ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે સહયોગ વધારવાની પ્રબળ શક્યતાઓ પણ છે.
Published by: Mrunal Bhojak
First published: January 10, 2021, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading