ગામ લોકોએ પ્રેમી જોડાને આપી તાલિબાની સજા, ગળામાં ટાયર પહેરાવી સરઘસ કાઢ્યું

News18 Gujarati
Updated: September 22, 2021, 8:34 AM IST
ગામ લોકોએ પ્રેમી જોડાને આપી તાલિબાની સજા, ગળામાં ટાયર પહેરાવી સરઘસ કાઢ્યું
ગામ લોકોએ પ્રેમી પંખીડા અને તેમને મદદ કરનાર સગીર સાથે મારઝૂડ કરી ટાયર પહેરાવી સરઘસ કાઢ્યું.

Talibani Attitude: પ્રેમી પંખીડા અને તેમને મદદ કરનાર સગીર સાથે જાહેરમાં મારઝૂડ બાદ ટાયર પહેરાવી આપી તાલિબાની સજા

  • Share this:
(નવીન મેહર)

ધાર. મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ધાર (Dhar) વિસ્તારમાં ગામ લોકો દ્વારા તાલીબાની વર્તન (Talibani Attitude) સામે આવ્યું છે. અહીં ગામ લોકોએ એક પ્રેમી જોડા (Lover Couple) અને તેમના સહયોગી સગીર છોકરાને જાતે જ સજા આપતા તેમના સાથે પહેલા ખૂબ મારપીટ કરવામાં આવી. ગામ લોકોએ બાદમાં તેમના ગળામાં ટાયર (Tyre) નાખીને આખા ગામમાં સરઘસ કાઢ્યું. ઘટના 12 દિવસ પહેલાની હોવાનું કહેવાય છે, પરંતુ તેનો વીડિયો (Viral Video) હવે સામે આવ્યો છે. ત્યારબાદ પોલીસે પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ (Three Accused Arrested) પણ કરી લીધી છે. બાકીના બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને તેનાથી તેમના પરિવારના સભ્યો નારાજ થઈ ગયા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં (Police Department) હોબાળો મચી ગયો છે.

એડીશનલ એસપી દેવેન્દ્ર પાટીદારે જણાવ્યું કે, ઘટના કુંડી ગામની છે. આ ઘટના 12 સપ્ટેમ્બરની છે. આ ગામની એક યુવતી પોતાના પ્રેમી ગોવિંદ સાથે 10 જુલાઈના રોજ ભાગીને ગુજરાત જતી રહી હતી. તેના કારણે યુવતીના પરિવારના સભ્યોની ફરિયાદ પર ગંધવાન પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતથી પરત આવતાં યુવતીના પરિજનો અને ગામ લોકોએ ભેગા થઈ પ્રેમી જોડા અને તેમને મદદ કરનારા એક સગીર છોકરા સાથે મારઝૂડ કરી. બાદમાં તેમના ગળામાં ટાયર પહેરાવીને ગામમાં સરઘસ કાઢ્યું. ગામ લોકોએ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. આ વીડિયો હવે સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે વિવિધ કલમો હેઠળ પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

આ પણ વાંચો, CRPF જવાને દીકરાને ગોળી માર્યા બાદ પોતાના માથામાં મારી ગોળી, બંનેની હાલત ગંભીર

યુવતી પ્રેમી સાથે ભાગી જતાં પરિજનો નારાજ હતા

એડીશનલ એસપી દેવેન્દ્ર પાટીદારે વધુમાં જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ગંધવાની પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને સમગ્ર મામલામાં પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બે આરોપી હજુ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો, 30 વર્ષ પહેલાં જેલમાંથી ભાગેલો કેદી Coronaને લીધે પાછો આવ્યો, કહ્યું- ‘મારી ધરપકડ કરી લો’

યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતાં તેના પરિવારના સભ્યો ખૂબ જ નારાહ હતા અને તેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે ઘટનાનો વીડિયો સામે આવતા જ આ મામલામાં કાર્યવાહી કરી છે. પાટીદારે આ પ્રકારની ઘટનાને વખોડી કાઢી છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી દીધી છે. બીજી તરફ, પોલીસ કાર્યવાહીથી હવે ગામમાં સોપો પડી ગયો છે.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2021, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading